લિસ્ટેડ કંપનીના પ્રમોટરોએ ૨.૪૫ લાખ કરોડના શેર ગીરવે મૂક્યા

મુંબઇ: બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના પ્રમોટરો દ્વારા ૨.૪૫ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ મૂલ્યના શેર ગીરવે મુકાયા છે.
એક્સચેન્જના ડેટા મુજબ ચાલુ વર્ષે મે સુધીમાં બીએસઇ પર ૫૨૬૯ લિસ્ટેડ કંપનીમાંથી ૩૦૭૨ કંપનીઓના પ્રમોટરોએ શેર ગીરવે મૂક્યા છે. સામાન્ય રીતે કંપનીના પ્રમોટરો દ્વારા કંપનીના વિસ્તરણ અર્થે સરળતાથી નાણાં ઊભાં કરવા શેર ગીરવે મૂકવામાં આવતા હોય છે.

જોકે શેરબજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે વધુ માત્રામાં શેર ગીરવે મૂકવા એ સારો સંકેત ‘ના’ ગણાવી શકાય. પાછલા મહિનાના અંત સુધીમાં ૪૩૫ કંપનીઓના પ્રમોટરોએ પોતાની કંપનીનાે ૩૦ ટકા શેર હિસ્સો ગીરવે મૂક્યો હતો જ્યારે ૭૩ કંપનીના પ્રમોટરોએ તો ૫૦ થી ૭૫ ટકા સુધીનો હિસ્સો ગીરવે મૂક્યો હતો.
http://sambhaavnews.com/

You might also like