અક્ષય પાછળ પાગલ ‌લિસા

મલયાલી પિતા અને ઓસ્ટ્રેલિયન માતાના સંતાન ‌લિસા હેડનનો જન્મ ભારતના ચેન્નઇમાં થયો, પરંતુ 2007માં મોડલિંગ માટે ભારત આવતાં પહેલાં તે ઓસ્ટ્રેલિયા, યુએસમાં રહી. ત્યાર બાદ તેને ‘આયેશા’ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી મળી. અત્યાર સુધી ‌લિસા ‘આયેશા’ ઉપરાંત ‘રાસ્કલ્સ’, ‘ક્વીન’ અને ‘ધ શો‌િકન્સ’ જેવી ફિલ્મોમાં દેખાઇ ચૂકી છે. તેના હાથમાં હજુ વધુ સારી ફિલ્મો પણ છે. ‌લિસાએ ક્યારેય ફિલ્મોમાં આવવાનું વિચાર્યું ન હતું. તે કહે છે કે ૧૮ વર્ષની ઉંમરમાં મેં યોગ ટીચર બનવાનું સપનું જોયું હતું. કદાચ કિસ્મતને તે મંજૂર ન હતું. મારાં રંગરૂપ સારાં હતાં અને હાઇટ સારી હતી તો મારા મિત્રોએ મને એક્ટિંગમાં જવાની સલાહ આપી. મારી બહેન મલ્લિકા હેડન પણ એક મોડલ છે. મારા મિત્રોના કહેવાથી અને મારી બહેનની કરિયરને જોતાં હું આ ફિલ્ડમાં આવી. ૨૦૦૭માં કરિયર બનાવવા ઇન્ડિયા આવી.

ઓસ્ટ્રેલિયામાં એકાદ એડ્ ફિલ્મ કર્યા બાદ ઇન્ડિયા આવીને ‌લિસાએ રેમ્પ વોક કર્યું. કેટલીક જાણીતી બ્રાન્ડ માટે મોડલિંગ કર્યું. મોડલિંગના કારણે ‌હિન્દી ફિલ્મોમાં પ્રવેશ સરળ બન્યો. ‘આયેશા’ના પ્રોડ્યૂસર અનિલ કપૂરે એક કોફી શોપમાં ‌લિસાને જોઇ અને તેને ફિલ્મની અભિનેત્રી તરીકે પસંદ કરી દીધી હતી. ‌લિસાને પણ ઓફર આવતાં તેણે તરત હા કહી દીધી. આ રીતે તે મોડલમાંથી એક્ટર બની.

અક્ષયકુમારની પહેલેથી જ ફેન રહેલી ‌લિસાને ‘ધ શો‌કિન્સ’માં અક્ષય સાથે કામ કરવાનો મોકો મળ્યો, તેથી તે ગદ્ગદિત થઇ ગઇ. ‌લિસા કહે છે, અક્ષય સાથે ફિલ્મની ઓફર આવતાં હું ખુશીના માર્યા પાગલ થઇ ગઇ હતી. અક્ષય ખૂબ સારી વ્યક્તિ છે, તેની એક્ટિંગથી હું ખૂબ પ્રભાવિત છું. મેં તો અગાઉ એવી જાહેરાત કરાવી રાખી હતી કે જે વ્યક્તિ મને અક્ષય સાથે મળાવશે તેને હું જે માગે તે ભેટ આપીશ.

You might also like