હવે હું પાકી કોમે‌ડિયન બનીઃ લિઝા હેડન

કોમેડી ઝોનરની ફિલ્મોથી અભિનય કાર‌કિર્દી શરૂ કરનાર લિઝા હેડનને કરિયરની શરૂઆતની ફિલ્મોમાં ઓળખ મળી, પરંતુ લિઝા પાસે એવી બે ફિલ્મો આવી, જેમણે તેને બોલિવૂડમાં એક નવી ઓળખ અપાવી. ‘ક્વીન’ અને ‘શૌકિન’ બાદ ‘હાઉસફૂલ’ સિરીઝમાં પણ તે જોવા મળી. ‘હાઉસફૂલ-૩’ અગાઉ પણ ‌લિઝાએ કોમેડી ઝોનરની ફિલ્મો કરી છે, પરંતુ ‘હાઉસફૂલ-૩’નો અનુભવ એકદમ હટકે રહ્યો. તે કહે છે, આ ફિલ્મોની તુલના ન કરી શકાય. આ એક અલગ જ ફિલ્મ છે. લિઝા કહે છે કે અત્યાર સુધી કોમેડી વિશે મેં જે જાણ્યું ન હતું તે મને આ ફિલ્મ દ્વારા શીખવા મળ્યું. આ પહેલાં પણ મેં કોમેડી ફિલ્મો કરી છે, પરંતુ આ ફિલ્મ બાદ હું પાકી કોમેડિયન બની ચૂકી છું.

હિન્દી સિનેમામાં કામ કરતી હોવા છતાં લિઝાનું હિન્દી એટલું સારું નથી. તે કહે છે કે હિન્દીને લઈને મેં ખૂબ પ્રેક્ટિસ કરી, જોકે આજકાલ સમયના અભાવે તે થઈ શકતું નથી. મારું હિન્દી એટલું પણ ખરાબ નથી કે લોકો સમજી ન શકે. હું મારા કો-એક્ટરના સંવાદને બરાબર સમજી લઉં છું. ‌સ્ક્રિપ્ટને સારી રીતે સમજી પણ શકું છું. હિન્દી બોલી પણ લઉં છું. હિન્દી શીખવા માટે ખૂબ મહેનત પણ કરી રહી છું. લિઝા હવે રણબીર કપૂર સાથે ‘હૈ દિલ હૈ મુશ્કિલ’ ફિલ્મમાં જોવા મળશે. •

You might also like