દારૂ ભરેલો ટેમ્પો પલટી ખાઈ ગયો લોકોએ બોટલોની લૂંટ ચલાવી

અમદાવાદ: સુરત-મહુવા રોડ પર બામણીયા સર્કલ પાસે વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો પલટી ખાઈ જતાં ટેમ્પામાંથી દારૂની બોટલો રોડ પર વેરાતા લોકોએ બોટલોની રિતસર લૂંટ ચલાવી હતી.  પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એવી છે કે સુરત-મહુવા રોડ પર બામણીયા સર્કલ નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટેમ્પો સાંજના સાત વાગ્યાના સુમારે પસાર થઈ રહ્યો હતો ત્યારે ડ્રાઈવરે અચાનક જ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટેમ્પો ડિવાઈડર સાથે અથડાઈ પલ્ટી ખાઈ ગયો હતો. ટેમ્પો પલ્ટી ખાતા જ પાછળનું પાટિયું ખુલી જતાં ટેમ્પામાંથી વિદેશી દારૂની બોટલો રોડ પર વેરાઈ હતી. રોડ પર દારૂની બોટલો અામતેમ પડી હોવાની જાણ થતાં જ અાજુબાજુમાં રહેતા લોકોએ ઘટનાસ્થળે દોડી અાવી દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી અને જોતજોતામાં જ વિદેશી દારૂની ભરેલી ૧૫ પેટીઓ લૂંટાઈ ગઈ હતી.

ઘટનાની જાણ થયા બાદ પોલીસ જ્યારે પહોંચી ત્યારે વિદેશી દારૂની એક પણ બોટલ મળી ન હતી. અા અકસ્માત ટેમ્પાનો ચાલક ટેમ્પો છોડી નાસી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પાના નંબરના અાધારે અા અંગે અાગળની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ હજુ સુધી બુટલેગરનો કોઈ પતો મળ્યો નથી.

You might also like