ન્યૂ રાણીપમાં દારૂ અને હુક્કાની મ્યુઝિકલ મહેફિલ પર દરોડા, આઠ યુવતી સહિત ૨૯ નબીરાની ધરપકડ બાદ મુક્તિ

અમદાવાદ: ઉત્તરાયણની રજામાં ધાબા પર મ્યુઝિકની સાથે ચાલતી દારૂ અને હુક્કાની મહેફિલ પર ગઈ કાલે સાંજે સાબરમતી પોલીસે દરોડો પાડી ૨૯ જેટલા યુવક-યુવતીઅોને ઝડપી લીધાં હતાં. ન્યૂ રાણીપ વિસ્તારમાં અાવેલ અાર્ય અાર્કેડ કોમ્પ્લેક્સના ધાબા ઉપર ચાલતી દારૂની મહેફિલ અંગે પોલીસને બાતમી મળતાં પોલીસે દરોડો પાડ્યો હતો.

ધાબા ઉપર પહોંચતાની સાથે જ પોલીસ અાશ્ચર્યમાં પડી ગઈ હતી. કારણ કે ધાબા ઉપર મંડપ અને ત્રણ ટેબલ રાખવામાં અાવ્યા હતા અને રીતસર દારૂ અને હુક્કા પીરસવામાં અાવી રહ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી વહેલી સવારે જામીન પર મુક્ત કરી દીધા હતા.

ઉત્તરાયણના બે દિવસમાં પતંગ ચગાવવાની સાથે સાથે કેટલાક યુવાનો દારૂની મહેફિલો યોજી અને તહેવારની ઉજવણી કરતા હોય છે. સાબરમતી પોલીસે અાવી જ અેક દારૂ અને હુક્કાબારની મહેફિલ પર ગઈકાલે સાંજે દરોડો પાડ્યો હતો. સાબરમતી પોલીસને બાતમી મળી હતી કે ન્યૂ રાણીપ વિસ્તારમાં અાનંદ પાર્ટી પ્લોટ પાસે અાર્ય અાર્કેડ કોમ્પ્લેક્સના ધાબા ઉપર દારૂ અને હુક્કાની મહેફિલ ચાલી રહી છે.

જેના અાધારે સાબરમતી પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસે કોમ્પ્લેક્સના ધાબા ઉપર દરોડો પાડતાની સાથે જ તે અાશ્ચર્ય પામી ગઈ હતી. ધાબા ઉપર મંડપ બાંધવામાં અાવ્યો હતો અને ત્રણ અલગ અલગ કાઉન્ટર ગોઠવવામાં અાવ્યાં હતાં. નીચે ખુરશીઅો અને ગાદલાં પણ રાખવામાં અાવ્યાં હતાં.

એક ટેબલ પર બે હુક્કા અને બે ટેબલ પર અલગ અલગ દારૂની બોટલ ગોઠવવામાં અાવી હતી. અાશરે ૨૯ જેટલાં યુવક-યુવતીઅો ડીજેના તાલે નાચી રહ્યાં હતાં અને દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. પોલીસનો દરોડો પડતાંની સાથે જ નાસભાગ મચી ગઈ હતી. પોલીસે દરોડા દરમિયાન ૧૮ જેટલી દારૂની બોટલ કબજે કરી હતી.

જ્યારે ૧૧ બિયરની ખાલી બોટલ કબજે કરી હતી. પોલીસને નવ હુક્કા પણ મળી અાવ્યા હતા. લગ્ન પ્રસંગ અથવા તો રિસેપ્શનમાં જે રીતે કેટરિંગનો અોર્ડર અાપવામાં અાવે છે તે રીતે વેટર તરીકે ત્રણ લોકોને રાખવામાં અાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

ઉત્તરાયણના તહેવારના પગલે અા તમામ યુવક-યુવતીઅોઅે ભેગા મળી અને ધાબા ઉપર મ્યુઝિકની સાથે દારૂ અને હુક્કાની મહેફિલ માણવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. દરોડા દરમિયાન નવ જેટલી યુવતીઅોની પણ પોલીસે ધરપકડ કરી હતી. સચીન નામની વ્યક્તિ દ્વારા હુક્કાની ફ્લેવર અને હુક્કો પૂરો પાડવામાં અાવ્યો હતો.

જેથી પોલીસે તેની સાથે પણ અલગથી હુક્કાબારના વેચાણ પર પ્રતિબંધ અંગેનો ગુનો દાખલ કર્યો છે. સાબરમતી પોલીસે અા તમામ યુવક-યુવતીઅોની ધરપકડ કરી અને વહેલી સવારે જામીન પણ અાપી દીધા હતા. અાટલા મોટા પ્રમાણમાં દારૂ કોણે સપ્લાય કર્યો હતો તે અંગેની તપાસ સાબરમતી પોલીસે શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં કડક દારૂબંધીના અમલ કરાવવા અંગેની વાત કરવામાં અાવી છે પરંતુ અનેક યુવક-યુવતીઅો દારૂબંધીના કડક કાયદાની અૈસીકી તૈસી કરી અને અાવી ભવ્ય દારૂની અને હુક્કાની મહેફિલો યોજે છે.

અા દારૂની મહેફિલમાં મોટા પ્રમાણમાં દારૂની બોટલો સપ્લાય કરવામાં અાવી હતી. તેમજ બ્રાન્ડેડ હુક્કાઅો પણ પીરસવામાં અાવ્યા હતા. અાશરે દોઢ પેટી દારૂ કઈ રીતે લાવવામાં અાવ્યો તેના ઉપર પણ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે.

મહેફિલમાં પકડાયેલાં યુવક-યુવતીઅો
જયદીપ ગોરસિયા (ઉ.વ. ૨૬, રહે. થલતેજ)
અધિત પટેલ (ઉ.વ. ૨૬, રહે. સેટેલાઈટ)
કુણાલ શાહ (ઉ.વ. ૨૬, રહે. માણેકબાગ)
કલ્પેશ પટેલ (ઉ.વ. ૩૨, રહે. મહેસાણા)
શુભમ્ બોટાદકર (ઉ.વ. ૨૭, રહે. સેટેલાઈટ)
રોમિલ ભરવાડ (ઉ.વ. ૨૭, રહે. અખબારનગર)
સાગર પટેલ (ઉ.વ. ૨૫, રહે. સેટેલાઈટ)
દેવાંગ પટેલ (ઉ.વ. ૨૯, રહે. નારણપુરા)
બ્રીજમોહન વાધવા (ઉ.વ. ૩૦, રહે. થલતેજ)
રાહુલ ચૌધરી (ઉ.વ. ૨૬, રહે. સેટેલાઈટ)
સૌરભ પટેલ (ઉ.વ. ૩૫, રહે. નારણપુરા)
મોહિત રેવર (ઉ.વ. ૩૪, રહે. રાજકોટ)
ભાવિક શાહ (ઉ.વ. ૨૩, રહે. બોડકદેવ)
દેવાશિષ કામદાર (ઉ.વ. ૨૩, રહે. અાંબાવાડી)
પરાગ પટેલ (ઉ.વ. ૨૫, રહે. મહેસાણા)
નીલેશકુમાર પટેલ (ઉ.વ. ૨૯, રહે. મહેસાણા)
હરજિત પટેલ (ઉ.વ. ૨૯, રહે. મહેસાણા)
કવિશ પારેખ (ઉ.વ. ૨૭, રહે. એલિસબ્રિજ)
પ્રિયજિતસિંહ બારડ (ઉ.વ. ૨૭, રહે. સેટેલાઈટ)
નીલેશભાઈ પટેલ (ઉ.વ. ૩૧, રહે. ઘાટલોડિયા)
જીલ કામદાર (ઉ.વ. ૨૬, રહે. સીજી રોડ)
જૂહી ભરિજા (ઉ.વ. ૨૪, રહે. મેમનગર)
ખુશબૂ કટારિયા (ઉ.વ. ૨૭, રહે. થલતેજ)
અનોખી પટેલ (ઉ.વ. ૨૪, રહે. એલિસબ્રિજ)
વિધિ પરીખ (ઉ.વ. ૨૯, રહે. એલિસબ્રિજ)
શ્વેતા પટેલ (ઉ.વ. ૨૯, રહે. નારણપુરા)
જયશ્રી પટેલ (ઉ.વ. ૩૧, રહે. ઘાટલોડિયા)
અમિ શર્મા (ઉ.વ. ૨૭, રહે. થલતેજ)
સ્ટેફી પટેલ (ઉ.વ. ૨, રહે. થલતેજ)

You might also like