દારૂના નેટવર્ક સાથે સંકળાયેલા પોલીસ અધિકારીઓના નામ જાહેર કરોઃ કોંગ્રેસ

ગાંધીનગર: ગુજરાતમાં દારૂની બદીને રોકવી હોય તો દારૂના ધંધાર્થીઓના નેટવર્ક સાથે ક્યા ક્યા પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓ સંકળાયેલા છે, તેની યાદીને લોકહીતમાં જાહેર કરવી જોઈએ તેમ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી અને પ્રવક્તા નિશિત વ્યાસે જણાવ્યું હતું.

ગુજરાતમાં દેશી દારૂના અડ્ડા બંધ કરાવવા માટે ઠાકોર સમાજના યુવાનો બહાર આવ્યા બાદ પછી ગુજરાતની પોલીસ જાગી છે. હવે પોલીસ દારૂના અડ્ડા બંધ કરાવવા માટેના આદેશ બહાર પાડે છે. જે કામ પોલીસનું છે તે કામ જ્યારે જનતા કરે છે ત્યારે પોલીસ તંત્રની આંખ ખૂલે છે.

ગુજરાતમાં હપ્તારાજ ચાલે છે તેનો આ નમૂનો છે તેવો આક્ષેપ કરતાં વ્યાસે જણાવ્યું હતું કે દારૂના નેટવર્કમાં ખુદ પોલીસના કર્મચારીઓ સંકળાયેલા છે ત્યારે કોંગ્રેસની રેડ વખતે પોલીસને પેટમાં દુઃખતું હતું. અને હવે જ્યારે એક સમાજ દારૂની બદી સામે જંગે ચડ્યો છે ત્યારે પોલીસ હરકતમાં આવી છે. રાજ્યના પોલીસ વડાએ એવો આદેશ કર્યો છે કે દેશી કે ીવદેશી દારૂના નેટવર્કને ખતમ કરવા માટે જ્યાં રેડ કરવાની જરૂરિયાત હોય ત્યાં જવાબદાર અધિકારીઓએ પહોંચીને આદેશ કરી દેવાના રહેશે.

રાજ્યના પોલીસ વડાએ જો દારૂની બદીને બંધ કરવી હોય તો પોલીસ અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી કરીને સંકળાયેલા પોલીસ અધિકારીઓની યાદી જાહેરમાં મૂકી કસૂરવારોને દંડ કરવો જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું હતું કે દેેશી અને વિદેશી દારૂની હેરાફેરી કરનાર જતે દિવસે ઓર્ગેનાઈઝ ક્રાઈમની ગેંગમાં રૂપાંતર થાય છે અને આગળ જતાં ટેરેરિઝમના પૂરક સહાયકો બને છે. આ અતિ ગંભીર અને સંવેદનશીલ બાબત છે.

You might also like