પીધેલા બે યુવકોઅે મેનેજર સાથે ઝઘડો કરી મલ્ટિપ્લેક્સમાં ધમાલ મચાવી

અમદાવાદ: શહેરના આશ્રમરોડ પર આવેલ શિવ સિનેમેકસ થિયેટરમાં દારૂ પીને ફિલમ જોવા આવેલાં બે યુવકની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે. બંને યુવક દારૂ પીધેલા હોઇ મેનેજરે તેઓને રોકતાં બંનેએ મેનેજર સાથે બોલાચાલી કરી હતી. પોલીસને જાણ કરાતાં પોલીસે બંને યુવકોની ધરપકડ કરી લીધી હતી.

મળતી માહિતી અનુસાર ગાંધીનગર સેકટર-૪એમાં હરીશ રાજેન્દ્રભાઇ દવે પોતાના પરિવાર સાથે રહે છે. હરીશ આશ્રમરોડ પર આવેલ શિવ સિનેમેકસ થિયેટરમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. ગત રાત્રે ૧-૩૦ વાગ્યે તેઓ ફરજ પર હાજર હતા દરમ્યાનમાં ૩ શખસ XXX-3D ફિલ્મ જોવા થિયેટર પર આવ્યા હતા. તેઓએ ઓનલાઇન ટિકિટ બુક કરાવી હોઇ તેઓ ટિકિટ કાઉન્ટર પર ગયા હતા.

ત્રણેય શખસોએ થિયેટરમાં નોકરી કરતા રવિભાઇ પરમારને ફિલ્મ બાબતે પૂછતાં આકાશ વિનોદભાઇ મિશ્રા (ઉ.વ.ર૪, રહે. જ્યુબિલી મિલ કમ્પાઉન્ડ, માધુપુરા) અને અનિલ મોહનલાલ ટાંક (ઉ.વ.૩૧, રહે. હઠીપુરની ચાલી, માધુપુરા), દારૂ પીધેલા જણાતા તેઓએ મેનેજર હરીશને જાણ કરી હતી. હરીશે બંનેને રોકતાં તેઓએ બોલાચાલી કરી હતી. આ અંગે નવરંગપુરા પોલીસને જાણ કરતાં નવરંગપુરા પોલીસ દોડી આવી હતી અને પોલીસે બંને યુવકની ધરપકડ કરી હતી.

http://sambhaavnews.com/

You might also like