દારૂ ભરેલી જીપે બાઈકને ટક્કર મારતાં બે યુવાનનાં મોતઃ એક ગંભીર

અમદાવાદ: ગોધરા નજીક ગોલાવથી ગામડી તરફ જતા રસ્તા પરથી પુરઝડપે પસાર થઈ રહેલી દારૂ ભરેલી જીપે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બે યુવાનોના ગંભીર ઈજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયાં હતાં જ્યારે એકને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા અંગેની વિગત એવી છે કે ગોધરા નજીક અાવેલા સનિયાડા ગામના રહીશ બે યુવકો બાઈક પર ગોલાવ તરફ જઈ રહ્યા હતા ત્યારે બારિયા તરફથી વિદેશી દારૂ ભરીને પૂરઝડપે અાવી રહેલી જીપે બાઈકને ટક્કર મારતાં અા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં સનિયાડા ગામના બંને યુવાનોનાં ગંભીર ઈજાઓ થવાના કારણે મોત થયાં હતાં. જ્યારે અન્ય એક રાહદારી યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અા અકસ્માત બાદ જીપના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા જીપ બાજુના ખાડામાં પલટી મારી ગઈ હતી. જીપ પલટી મારતાં જ વિદેશી દારૂનો જથ્થો રોડ પર વિખેરાયો હતો અને દારૂની બોટલો ફૂટતાં રોડ પર દારૂની રેલમછેલ થઈ ગઈ હતી. ઘટનાને પગલે અાજુબાજુના લોકો દોડી અાવ્યા હતા અને દારૂની બોટલોની રીતસર લૂંટ ચલાવી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી બંને લાશને પીએમ માટે મોકલી અાપી અા જીપ અને વિદેશી દારૂનો જથ્થો કોનો હતો તે અંગે સઘન તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like