આ મંદિરમાં પ્રસાદમાં અપાય છે ‘દારૂ’, ભિખારીઓ પી પીને પડ્યા રહે છે…

દિલ્હીના જૂના કિલ્લા સ્થિત પ્રાચીન ભૈરવ મંદિર આવેલું છે, જ્યાં ભૈરવદાદાને પ્રસાદમાં શરાબ ચઢાવવામા આવે છે. અહીંયા ભૈરવનાથને દેશી અને અંગ્રેજી એમ દરેક પ્રકારની શરાબ ચઢાવવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધા પ્રમાણે અહીં મંદિરમાં દારૂ, બિયર, બ્રાંડી, સ્કૉચ અને વ્હિસ્કી ચઢાવે છે.

પૂજામાં ચઢાવવામાં આવેલ દારૂને અહીં ભક્તોમાં વહેંચવામાં આવે છે. એટલું જ નહીં આ દારૂને મંદિરની બહાર બેઠેલા ભિખારીઓને પણ આપી દેવામાં આવે છે. કેટલાક ભિખારીઓ તો માત્ર શરાબ પીવા માટે જ અહીં બેસી રહે છે. આ ભિખારીઓ ખાલી ગ્લાસ લઈને જ મંદિરની બહાર બેસી રહે છે.

પાંડવોના સમયના આ મંદિરના પરિસરમાં તમામ જગ્યાએ દારૂની સ્ટૉલ લાગેલા છે, જ્યાં કાયદેસર દારૂનું વેચાણ થાય છે. જો કે મંદિર તરફથી વૉર્નિંગ બોર્ડ
લગાવવામાં આવ્યા છે. મંદિરની આસપાસના ભિખારીઓ દારૂનો પ્રસાદ પી પીને નશામાં પડેલા રહેતા હોય છે. જેમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના ભિખારીઓ પણ સામેલ છે.

શનિવાર અને રવિવારે અહીંયા ભક્તો વધુ આવતા હોવાથી મંદિરની અંદર અને બહાર ચારેબાજુ દારૂની બોટલો અને કોથળીઓ પડેલી દેખાય છે. જો કે મંદિરની આ પરંપરાથી પરેશાન થઈને એક સામાજિક ફિલ્મ નિર્માતા ઉલ્હાસે ગૃહ મંત્રાલયમાં ફરિયાદ પણ કરી હતી.

ઉલ્હાસે ફરિયાદ કરી હતી કે, ‘આ મંદિરમાં ભક્તોને ખુલ્લેઆમ દારૂ વહેંચવામાં આવે છે. દારૂ પીવા માટે લાઈનમાં બાળકો પણ સામેલ હોય છે, તે દુખદાયક છે. આ મુદ્દે તમે કાર્યવાહી કરો.’

જો કે મંત્રાલયને મંદિર તરફથી કે તે વિસ્તારમાંથી કે મંદિરમાં આવતા લોકો તરફથી કોઈપણ પ્રકારની ફરિયાદ કરવામાં આવી નથી, તેથી કાર્યવાહી કરવામાં આવી નથછી. જો કે મંત્રાલયે પેટ્રોલિંગ સ્ટાફને સતર્ક રહેવાની સૂચના આપી દીધી છે.

You might also like