હવે બુટલેગરને દારૂની હોમ ડિલિવરીઃ ૩૦૦ બોટલ સાથે બે મહિલા સહિત ત્રણ પકડાયા

અમદાવાદ: રાજ્ય સરકારે દારૂ અંગે કડક કાયદા બનાવ્યા છે. બીજી બાજુ થર્ટી ફસ્ટની ઉજવણી માટે આવતા દારૂના જથ્થાને પકડવા પોલીસે પણ દોડતી થઈ છે. છેલ્લા એક અઠવાડિયામાં નરોડા, બાપુનગર, દરિયાપુર, ગોમતીપુરથી દારૂનો જથ્થો પકડી પાડી બુટલેગરો વિરુદ્ધમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઇ કાલે મોડી રાતે બુટલેગરોને ઘરે દારૂ હોમ ડિલિવરી આપવા માટે આવેલી બે મહિલા સહિત ત્રણ ખેપિયાની કાગડાપીઠ પોલીસ ધરપકડ કરી છે. તેમની પાસેથી કવાર્ટરની 300 બોટલ મળી આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના મોટી ખરેજમાં રહેતા સનુબહેન નનુભાઇ નિનામા, હકુબહેન મુકાભાઇ ભાભોર અને વિનુભાઇ માલાભાઇ ભાભોર 300 નંગ દારૂનાં ક્વાર્ટર લઇને પંચમહાલથી અમદાવાદ એસટી બસમાં આવ્યા હતા. કાગડાપીઠ પોલીસ પેટ્રોલિંગ કરતી હતી ત્યારે ત્રણેય લોકો પર શંકા જતાં તેમની અટકાયત કરીને પૂછપરછ કરી હતી અને તેમની પાસે રહેલા પોટલાને ખોલ્યું હતું. જેમાં 300 નંગ દારૂનાં ક્વાર્ટર મળી આવ્યાં હતાં. ત્રણેયની પૂછપરછ કરતાં અમદાવાદના બુટલેગરને દારૂની હોમ ડિલિવરી કરવા માટે આવ્યા હોવાની કબૂલાત કરી હતી.
http://sambhaavnews.com/

You might also like