દારૂની કંપનીના શેર ઝૂમ્યાઃ ૨૦ ટકા સુધીનો ઉછાળો

અમદાવાદ: પટણા હાઈકોર્ટ દ્વારા બિહાર સરકારે દારૂબંધીની નીતિ સામે પ્રશ્નો કરી આ નીતિ વિરુદ્ધનો ચુકાદો અપાતાં ગઇ કાલે દારૂ કંપનીઓના શેરમાં ઉછાળો નોંધાતો જોવા મળ્યો હતો. દારૂ કંપનીના શેરમાં ગઇ કાલે ચારથી ૨૦ ટકા સુધીનો ઉછાળો જોવાયો છે. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે પટણા હાઈકોર્ટના ચુકાદાના પગલે દારૂ કંપનીને સકારાત્મક અસર જોવાઇ શકે છે તેવા સેન્ટિમેન્ટ પાછળ આ ઉછાળો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે દારૂ કંપનીના શેરમાં છેલ્લા કેટલાય વખતથી ખાસ કોઈ મૂવમેન્ટ જોવા મળી ન હતી, પરંતુ પટણા હાઈકોર્ટના ચુકાદના પગલે આ સેગ્મેન્ટના શેરમાં કરંટ નોંધાતો
જોવાયો છે.

You might also like