દારૂ પી નાસ્તો કરતા ત્રણ મિત્રોએ ચોથા પર ઘાતક હુમલો કર્યો

અમદાવાદ: અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં ગઇ કાલે મોડી રાતે દારૂ પીને નાસ્તો કરવા માટે બેઠેલા 4 યુવકો વચ્ચે સામાન્ય બાબતે તકરાર થતાં મામલો બિચકયો હતો. ત્રણ યુવકોએ એક યુવકને માથાના ભાગે પાઇપ અને સ‌િળયા વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ થતાં અમરાઇવાડી પોલીસ અને ખોખરા પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી ગઇ હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાટકેશ્વરમાં રાધે જ્વેલર્સ પાસે ઓટલા ઉપર 4 યુવકો દારૂ પીને નાસ્તો કરવા માટે બેઠા હતા. નાસ્તો કરતાં કરતાં મજાક-મસ્તી ચાલી રહી હતી ત્યારે ખોખરા કે.કે.શાસ્ત્રી કોલેજ પાસે રહેતા યુવકને ત્રણ યુવકો સાથે બોલાચાલી થઇ હતી. સામાન્ય મજાક-મસ્તીમાં થયેલી બબાલે જોતાજોતામાં એટલું ઉગ્રરૂપ ધારણ કરી લીધું કે યુવકને ત્રણેય યુવકોએ ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું.

જેમાં યુવક પર માથાના ભાગે લોખંડના પાઇપના દંડા વડે હુમલો કરતાં તેને લોહીલુહાણ કરી દીધો હતો. હુમલો કરીને ત્રણેય યુવકો ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ ખોખરા પોલીસ તથા અમરાઇવાડી પોલીસને થતાં તેઓ તાત્કા‌િલક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જ્વેલર્સની દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે યુવકો વિરુદ્ધમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે ત્યારે હુમલા પાછળનું કારણ શું છે તે જાણવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તારમાં ખુલ્લેઆમ મારામારીની ઘટનાઓ બનતી હોય છે. પોલીસની આંખ ઉઘડતી નથી.

You might also like