ચાંદખેડાની પ્રહલાદપાર્ક સોસાયટીમાંથી ૧.૨૭ લાખનો દારૂ મળ્યો

અમદાવાદ : ચાંદખેડામાં આવેલા જગતપુર રોડની એક સોસાયટીના મકાનમાંથી પીસીબીએ દારૂના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.92000નો દારૂ, એક્ટિવા અને રોકડા રૂપિયા 15,600 મળી કુલ1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પીસીબીએ મકાનમાં દરોડો પાડી આરોપી ધર્મેન્દ્ર પ‌િઢયાર (ઉં.વ.34)ને 160 દારૂની બોટલ અને 220 બિયરનાં ટીન મળી રૂ.92,000નો દારૂ, એક એક્ટિવા રૂ. 20,000 અને રોકડા રૂપિયા 15,600 મળી કુલ 1.27 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી ધર્મેન્દ્રની ધરપકડ કરી હતી.

You might also like