વૈજ્ઞાનિકોએ બનાવી જોરદાર બેટરી, એક વાર ખરીદો અને 10 વર્ષ માટે થઈ જાવ નિશ્ચિંત

બોસ્ટન: જરા વિચારો કે ઓફિસથી ઘર પાછા આવતા અને ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટાની ટક્કર વાળી મેચ ચાલી રહી હોય. તમે આ રોમાંચનો આનંદ લેવા સ્માર્ટફોન કાઢો છો અને ઓનલાઇન લાઇવ મેચ જોવા લાગો છો. મેચ જોરદાર રોમાંચક છે અને તમારા મોબાઇલની બેટરી પૂરી થઈ જાય છે. એવા નોબત આવી પડે ત્યારે કેવી ખરાબ હાલત થઈ જાય છે. ત્યારે આપણને થાય છે કે કાશ એવો કોઈ મોબાઇલ બન્યો હોત જેની બેટરી લાઇફ ટાઈમ ચાલે. અમેરિકાની હાવર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ વાતનો ખ્યાલ રાખતા એવી બેટરી શોધી કાઢી છે જે 10 વર્ષથી વધુ સુધી ચાલે છે.

હાવર્ડના જોન એ પોલસન એન્જિનિયરિંગ અને એપ્લાઇડ સાયન્સની સ્કૂલના સંશોધકોએ એવી બેટરીનો આવિષ્કરા કર્યો છે. જેમાં ઊર્જાનો સંગ્રહ પાણીમાં પીગળી જાય એવા ઓર્ગેનિક મોલેક્યૂલમાં કરવામાં આવે છે. આ બેટરીની ક્ષમતા બજારમાં ઉપલબ્ધ તમામ કરતાં વધુ છે. સંશોધકોનો દાવો છે કે આ બેટરીથી 10 વર્ષથી વધુ સમય સુધી બેટરી ચાલી શકે છે.

You might also like