લાયન્સ ગુજરાતને 21 રને રોયલ ચેલેન્જર્સ બેગલુરૂએ હરાવ્યું

IPL-10: રાજકોટ ખાતેની આજની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ લાયન્સ ગુજરાતને 21 રને હાર આપી છે. બેંગલુરૂએ 214 રનનો બનાવ્યા હતા જ્યારે ગુજરાત લાયન્સ 192 રન બનાવી શકી હતી. ગુજરાત લાયન્સે 20 ઓવર પુરી થતા 7 વિકેટ ગુમાવી હતી.

બેંગાલુરૂના ક્રિસ ગેલે 77 રન ફટકારી મેન ઓફ ધ મેચ બન્યો હતો.સાથે જ ક્રિસ ગેલે 10000 રન પુરા કરી IPLમાં ઇતિહાસ રચી દિધો હતો. જ્યારે વિરાટ કોહલીએ 64 રન કર્યા હતા. ગુજરાત લાયન્સના મેક્કુલમે 72 રન ફટકારી ટીમને હુંફ આપી હતી.

જોકે બોલરોમાં યુજવેન્દ્ર ચહલ દ્વારા સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી. આવતી મેચ 19 એપ્રિલના રાત્રે 8:00 કલાકે સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રમાશે.

You might also like