મા ખોડિયારના મંદિરે બેઠા જંગલના રાજા, ફોટો થયો વાયરલ

ગીર સોમનાથ જિલ્લામાં જો તમને સિંહ જોવા મળી જાય તો કોઈ નવાઈની વાત નથી. ગીરમાં સિંહ ક્યારેક કોઈ ગામમાં તો ક્યારેક હાઈવે પર જોવા મળી જતા હોય છે. જો કે આ વખતે જંગલના રાજા એક મંદિરમાં જોવા મળ્યા છે.

જિલ્લાના ચિતલ કુબા મેસમા આવેલ એક પૌરાણિક ખોડિયાર મંદિરના દ્વારે જંગલના રાજા બેઠેલા જોવા મળ્યા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઈ રહ્યો છે.

ગીર ગઢડા તાલુકાના ઢોકડવા ગામે જંગલની હદમાં આવેલા ચિતલ કુબા નામના નેસમાં આવેલા ખોડિયાર માતાના મંદિરની બહાર એક સિંહ શાનથી બેઠેલો જોવા મળી રહ્યો છે. સિંહ જાણે માતાજીના મંદિરની ચોકીદારી કરતો હોય તેમ જોવા મળ્યો છે.

You might also like