ગીરના સિંહ-સિંહણ રસ્તા પર લટાર મારવા આવી ગયા, વનતંત્ર અજાણ

અમરેલીના ગીર વિસ્તારમાં એકવાર ફરીથી સિંહ અને સિંહણ રસ્તા પર આવી ગયા છે. સિંહ અને સિંહણનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લીલીયાના અંટાલીયા ચોકડી પર સિંહ-સિંહણ લટાર મારતા જોવા મળ્યા હતા. રોડ પર લટાર મારવા નીકળેલ સિંહ અને સિંહણની પાછળ આવતી લકઝરી બસમાંથી વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ થતાં સમગ્ર વનવિભાગ નિષ્ક્રિય સાબિત થયું હતું.

ગીર જંગલના સિંહ સ્ટેટ હાઈવે પર આવી ગયા હોવા છતાં વનવિભાગને આ વિશે કોઈ જાણ ન હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સિંહણને પગમાં કાંટો વાગ્યો છે, અને તે લંગડાતી લંગડાતી જંગલ તરફ જઈ રહી છે.

જુઓ સિંહ અને સિંહણનો લટાર મારતો વીડિયો…

You might also like