બેંકિંગ સેવાનો લાભ લેવા માટે આ લોકોને આધારમાંથી મળી મુક્તિ

આધાર કાર્ડને મોબાઇલ નંબર અને બેંક એકાઉન્ટ સહિત અન્ય સેવાઓ માટે લિંક કરવું જરૂરી છે. હાલમાં આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ વચ્ચે સરકારે આધાર લિંક કરવાને લઇને સામાન્ય જનતાને રાહત આપી છે.

કેન્દ્ર સરકારે બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવા પર રાહત આપી છે. સરકારે કહ્યુ કે, ઇજાગ્રસ્ત, બિમાર અને વૃદ્ઘ લોકોને બેંક એકાઉન્ટને આધાર સાથે લિંક કરવાની જરૂર નથી.

સરકારે કહ્યુ કે, આ લોકોને બેંક એકાઉન્ટ ખોલવામાં કે તેમાં પોતાની ઓળખ માટે આધાર કાર્ડની જગ્યાએ અન્ય ઓળખપત્ર આપી શકાશે.

કેન્દ્ર સરકારે બુધવારે એના માટે નોટિફિકેશન જારી કરી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે મની લોન્ડ્રિંગ નિરોધક નિયમોમાં ઓળખના વિકલ્પોની સુવિધા આપવા માટે સંશોધન કરવામાં આવી રહ્યું છે. એનો લાભ કેટલીક ખાસ શ્રેણીના વ્યક્તિઓ જ ઊઠાવી શકશે, જેમને પોતાના બાયોમેટ્રિક પ્રમાણીકરણમાં અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

જ્યારે આ બાબતે UIDAIના CEOને પૂછવામાં આવ્યું તો એમને કહ્યું કે આ નિયમથી બાયોમેટ્રિક પ્રમાણીકરણમાં પરેશાની ઊઠાવનાર વૃધ્ધ, બિમાર અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને બેંકિંગ અને અન્ય નાણાંકીય સેવાઓનો ઉપયોગ કોઇ પણ સમસ્યા વગર કરવાની તક મળશે. સાથે એનાથી એ પણ નક્કી થશે કે કોઇ પણ રીયલ ખાતાધારકને બાયોમેટ્રિક પ્રમાણીકરણમાં પરેશાનીના કારણે બેકિંગ સેવાઓથી વંચિત રહેવું પડશે નહીં.

તમને જણાવી દઇએ કે, આધારની અનિવાર્યતાને લઇને સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન મોબાઇલ નંબર સહિત અન્ય ઘણી સેવાઓને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન વધારી દેવામાં આવી છે.

You might also like