બે મહિનામાં પાંચથી છ કંપનીઓ આઈપીઓ લાવવા લાઈનમાં

અમદાવાદ: શેરબજારમાં પાછલા કેટલાક સમયથી તેજીની ચાલ જોવા મળી છે. વિદેશી સંસ્થાગત રોકાણકારોની એકધારી ખરીદીની અસરે નિફ્ટીએ ૭૭૦૦ની સપાટી ક્રોસ કરી દીધી છે, જેના પગલે પ્રાઇમરી માર્કેટ પણ વધુ સક્રિય થયું છે. આગામી બે મહિનામાં છથી સાત કંપનીઓ આઇપીઓ લાવવા લાઇનમાં છે, જેમાં સરકારની એક જનરલ ઇન્સ્યોરન્સ કંપની પણ ૧૦ ટકાનો હિસ્સો વેચવા ઉપર વિચાર કરી શકે છે. ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ લાવીને તેની શરૂઆત કરી શકે છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે એલએન્ડટી ઇન્ફોટેક, મિની પ્રિસિસન પ્રોડક્ટ, જીવીઆર ઇન્ફ્રા. પ્રોજેક્ટ, પરાગ મિલ્ક ફૂડ જેવી કંપનીઓ આઇપીઓ લાવવાની વેતરણમાં છે.

બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એપ્રિલની શરૂઆતમાં મળનારી આરબીઆઇની પોલિસીમાં વ્યાજના દરમાં ઘટાડો થાય તો તેની સીધી અસર શેરબજાર ઉપર જોવાઇ શકે છે અને બજારમાં ઉછાળો આવે એટલું જ નહીં પ્રાઇમરી બજારને પણ તેનો સીધો ફાયદો થાય તેવા સેન્ટિમેન્ટ પાછળ કેટલીક કંપનીઓ આઇપીઓ બજારમાં પ્રવેશવા થનગની રહી છે.

You might also like