આજથી બચત ખાતામાંથી દર સપ્તાહે નિકાળી શકશો 50 હજાર રૂપિયા

નવી દિલ્હી: ભારતીય રિઝર્વ બેંકની 8 ફેબ્રુઆરીએ એક જાહેરાત અનુસાર આજથી બચત ખાતાઓમાંથી એક સપ્તાહમાં વધારેમાં વધારે 50 હજાર રૂપિયા નિકાળી શકાશે. આરબીઆઇના જણાવ્યા અનુસાર દર સપ્ચાહે વધારેમાં વધારે 50 હજાર ઉપાડવાની સીમાં 13 માર્ચ સુધી લાગૂ રહેશે અને ત્યારબાદ સેવિંગ્સ અકાઉન્ટમાંથી પૈસા નિકાળવાની કોઇ સીમા નહીં હોય.

8 નવેમ્બરની રાતથી લાગૂ પડેલી નોટબંધી બાદ પેદા થયેલી રોકડ સમસ્યાને જોતાં આરબીઆઇએ પૈસા ઉપાડવાને લઇને સીમા નક્કી કરી હતી. કેન્દ્રીય બેંકે રોકડ ઉપાડવાની ઘણી વખત સમીક્ષા કરીને એમાં ફેરફાર કર્યા છે. ચાલુ ખાતા, કેશ ક્રેડિટ અકાઉન્ટ અને ઓવરડ્રાફ્ટ અકાઉન્ટથી રોકડ નિકાસીની સીમાઓને 30 જાન્યુઆરીએ જ ખતમ કરી દેવામાં આવી હતી.

અત્યાર સુધી સપ્તાહમાં બેંકોના બચત ખાતાઓમાંથી 24 હજાર રૂપિયા નિકાળી શકાતા હતા. આ સીમા 20 ફેબ્રુઆરીએ એટલે કે આજે વધારીને 50 હજાર કરી દેવામાં આવી છે. આરબીઆઇના જણાવ્યા અનુસાર બચત ખાતાની આ સીમા 13 માર્ચ સુધી લાગૂ રહેશે.

VISIT: http://sambhaavnews.com/

You might also like