છ પીએસયુ બેન્ક IPO લાવે તેવી શક્યતા

મુંબઇ: દેશની જાહેર ક્ષેત્રની છ બેન્ક બેન્કિંગ સિસ્ટમમાં નાણાકીય પ્રવાહિતા વધારવા તથા સરકાર પર નાણાકીય બોજો હળવો કરવા પબ્લિક શેર ઇશ્યૂ મારફતે નાણાં ઊભાં કરવાની કવાયત હાથ ધરી છે. નાણાં વિભાગના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા પ્રમાણે બેન્કો માટે સમય આવી ગયો છે કે તેઓ કેપિટલ માર્કેટનો ઉપયોગ કરે. તેમણે જણાવ્યું કે અમને લાગે છે કે ઓછામાં ઓછી છ બેન્ક પબ્લિક ફોર ઇશ્યૂ મારફતે નાણાં ઊભાં કરવાની યોજના બનાવી શકે છે અને ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન પબ્લિક શેર ઈશ્યૂ દ્વારા નાણાં એકઠાં કરશે.

નાણાં વિભાગના જણાવ્યા પ્રમાણે અમારા આકલન પ્રમાણે ભારતીય સ્ટેટ બેન્ક, બેન્ક ઓફ બરોડા અને પંજાબ નેશનલ બેન્ક સામેલ છે. જે બેઝલ-૩ની જરૂરિયાત પૂરી કરવા માટે જાહેર ક્ષેત્રની બેન્કને રૂ. ૧.૧૦ લાખ કરોડ ઊભા કરવાની જરૂરિયાત રહેશે. કેન્દ્ર સરકારે પાછલાં બે નાણાકીય વર્ષમાં બેન્કિંગ સિસ્ટમમાં રૂ. ૫૦ હજાર કરોડ નાખ્યા છે.

http://sambhaavnews.com/

You might also like