રાજકોટ : ઇશ્વરિયા પાર્કમાં વીજળી પડતાં ત્રણનાં મોત, ત્રણ ઘાયલ

રાજકોટ : રાજ્યભરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે રાજ્યમાં ઘણી જગ્યાએ વીજળી પડવાના બનાવો બન્યા હતા. જેમાં રાજકોટ ખાતે ઇશ્વરીયા પાર્કમાં વીજળી પડતાં એક બાળક સહિત છ દાઝી ગયા હતા. જેમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા. જ્યારે અન્ય ત્રણ ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટના વિજય પ્લોટ ખાતે રહેતા સિંધવ પરિવાર પર વીજળી પડતા પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયા હતા. વિજય પ્લોટમાં રહેતા ઘનશ્યામભાઇ સિંધવ અને તેમનો પરિવાર જામનગર રોડ પર આવેલા ઇશ્વિરયા પાર્કમાં ગયા હતા. જ્યાં તેઓ પર અચાનક વિજળી પડતા આસપાસના લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જો કે ત્યારબાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવતાં સિંધવ પરિવારના ત્રણ સભ્યોના મોત થઇ ગયા હતા.

You might also like