વરસાદથી દિલ્હીમાં વધી ઠંડી, પહાળી વિસ્તારોમાં પછરાઇ બરફની ચાદર

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ફરી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. દિલ્હી એનસીઆરમાં જ્યાં શનિવારે વહેલી સવારે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. જેને કારણે અહીં ઠંડીનું જોર પણ વધ્યું છે. ત્યારે હિમાચલ પ્રદેશના શિમલા અને અન્ય પહાળી રાજ્યોમાં જબરજસ્ત બરફવર્ષા થઇ રહી છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ઉંચાઇ વાળા વિસ્તારોમાં છેલ્લાં થોડા દિવસ બરફ વર્ષા થઇ રહી છે.

દિલ્હી અને એનસીઆરમાં શનિવારે રિમઝીમ વરસાદ વરસ્યો હતો. મોસમના અચાનક પલ્ટાને કારણે સવારે અંધારૂ છવાઇ ગયું હતું. જ્યારે ઠંડીનું પ્રમાણ પણ વધી ગયું છે. તો આ તરફ જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થઇ રહી છે. બરફ વર્ષાને કારણે હિમાચલ પ્રદેશ, શિમલા, કુકરી, નરકંડા અને મસોહોબરા જવાના તમામ રસ્તા બંધ થઇ ગયા છે. સાથે જ બરફ વર્ષાને કારણે જમ્મુ કશ્મીરમાં સંપર્ક તૂટી ગયો છે. આ સાથે જ પહાળી વિસ્તારમાં વિજળી સેવાઓ પણ ખોરવાઇ ગઇ છે.

હવામાન વિભાગે જમ્મુ કશ્મીર અને હિમાચલ પ્રદેશમાં કેટલાક વિસ્તારોમાં હિમસ્ખલનની આશંકા સાથે મધ્યમ ખતરાની ચેતાવણી આપી છે. કાશ્મીર ઘાટીમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષા થવાને કારણે જનજીવન પણ ખોરવાઇ ગયું છે. બરફવર્ષાને કારણે ઇન્ટરનેશનલ એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું હતું. જેના કારણે તમામ ફ્લાઇટો કેન્સલ થઇ હતી. જ્યારે શ્રીનગર જમ્મુ રાષ્ટ્રીય રાજમાર્ગ પર ખરાબ વાતાવરણને કારણે વાહનવ્યવહાર પર પણ અસર થઇ રહી છે. જ્યારે સ્કૂલ કોલેજોમાં પણ રજા આપી દેવામાં આવી છે.

home

You might also like