અમદાવાદ : વી.એસ. હોસ્પિટલમાં વીજ પૂરવઠો ખોરવાયો

અમદાવાદ: આશ્રમ રોડના એલિસબ્રિજ પાસે આવેલ વી. એસ. હોસ્પિટલમાં આજરોજ સવારથી અચાનક વીજપુરવઠો ખોરવાતાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. મળતાં અહેવાલ પ્રમાણે વી.એસ. હોસ્પિટલમાં સાંજ સૂધી વીજ પૂરવઠો બંધ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે. આ અંગે જાણકારી પ્રાપ્ત કરતા જાણવા મળ્યું હતું કે વી.એસ. હોસ્પિટલમાં મેન્ટેનન્સને લઇને વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો છે. જો કે વીજ પુરવઠો બંધ કરવામાં આવતા હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દી તેમજ તેમના સંબંધીઓની હાલત ખરાબ થઇ ગઇ હતી. વીજ પુરવઠો બંધ થતાં હોસ્પિટલમાં અંધારપટ જેવો માહોલ ઉભો થયો હતો.

You might also like