ડાયાબિટીસ હોય તો બ્રેકફાસ્ટ વહેલો કરવો

સવારનો બ્રેકફાસ્ટ બહુ જ મહત્ત્વનો છે એવું આપણે હવે જાણીએ છીએ. જોકે આખી રાતનો ફાસ્ટ તમે ક્યાં સમયે તોડો છો એ સમય પણ મહત્ત્વનો છે. જેમને ટાઈપ ટૂ પ્રાકરનો ડાયાબપિટીશ હોય એમના માટે ખાસ.

શિકાગોના નિષ્ણાતોનું કહેવું છે કે જે ડાયાબિટીસના દર્દીઓ ઉઠ્યા પછી બહુ બ્રેકફાસ્ટ કરે છે તેમનું વજન વધુ રહે છે. ઓબેસિટી એ ટાઈપ ટુ ડાયાબિટીસના દર્દીઓનો મોટો દુશ્મન છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે ડાયાબિટીસના દર્દીઓનું રૂટિન સવારે વહેલું શરૂ થઈ જાય એ તેમના સ્વાસ્થ્ય માટે મહત્વનું છે.

જો લોકો મોડી રાત સુધી જાગે છે તેઓ મોડેથી જમે છે અને સવારે પણ મોડા ઊઠે છે. મોડા ઊઠવાને કારણે તેમનો બ્રેક ફાસ્ટ પણ લેટ થાય છે. આ એક વિષચક્ર છે. કેટલાક લોકો વહેલી સવારે બહુ ફ્રેશ હોય છે તો કેટલાક લોકો સાંજ ઢળે એમ ખીલતા જાય છે. સાંજ ઢળ ત્યારે ખૂબ એક્ટિવ રહેતા હોય એવા લોકો સવારે મોડેથી ઊઠે છે.

સવારના સમયમાં સુસ્ત હનુભવતા લોક બ્રેકફાસ્ટ મોડેથી કેર છે જેને કારણે ઓવરઓલ કેલરી ઈન્ટેક વધે છે અને શરીરની મેટાબોલિઝમ પેટર્ન ડિસ્ટર્બ થાય છે.

You might also like