ડિપ્રેશનની સારવાર લો છો? તો હાઈ ફેટ ડાયટ બંધ કરો

વ્યક્તિ જ્યારે ડિપ્રેશન ફીલ કરતી હોય ત્યારે ફીલ-ગુડ કરવા માટે થઈને ફેટવાળી ચીજો વધુ ખાવા પ્રેરાય છે. એાથી થોડીક વાર માટે સારું લાગે છે, પરંતુ સરવાળે માનસિક અસ્વસ્થતા વધે છે.

ફ્રેન્ચ સાયન્ટિસ્ટોનું કહેવું છે કે જ્યારે કોઈ ડિપ્રેશન માટે એન્ટિ-ડિપ્રેસન્ટ દવાઓ અથવા તો કાઉન્સેલિંગ દ્વારા સારવાર લઈ રહ્યું હોય ત્યારે જલદી પરિણામ મળે એ માટે હાઈફેટ ડાયટ ઘટાડી દેવો જોઈએ.

 

ચરબીયુક્ત ખોરાક વધુ ખાવાથી મગજમાં પરિવર્તન આવે છે અને વ્યક્તિમાં વ્યગ્રતા અને હતાશાનાં લક્ષણો પેદા થાય છે. રિસર્ચરોનું કહેવું છે કે ડિપ્રેશનની સારવાર દરમિયાન ચરબીયુક્ત ખોરાક ઘટે તો આપરમેળે ડિપ્રેશનમાં ફાયદો થાય છે અને આન્ટિ-ડિપ્રેશન્ટ દવાઓનો અસરકારકતા પણ સુધરે છે.

You might also like