કબજિયાત પર કાબૂ મેળવવા જીવનશૈલીમાં ફેરફાર જરૂરી

આધુનિક યુગની લાઇફ સ્ટાઇલને કારણે લોકોના જમવાના સમયમાં મોટો ફેરફાર થયો છે અને સાત્વિક અને પોષણયુકત ખોરાકનેબદલે જન્ક-ફૂડનો ઉપયોગ વધી ગયો છે. અાના કારણે કબજિયાત ધરાવતા લોકોની સંખ્યામાં ઝડપથી વધારો થઇ રહ્યો છે પણ એનો ઉપાય રહેણીકરણીમાં સુધારો કરવા સિવાય બીજો કોઇ નથી એવું ડોકટરો જણાવે છે.

માનસિક ચિંતા, ઘટતી ઊંઘ અને વિવિધ રોગ માટે ઉપચારમાં લેવામાં આવી દવાઓને કારણે કબજિયાત થાય છે. દિવસ દરમિયાન લોકો પાણી પણ ઓછું પીએ છે. લોકો રાતે મોડા જમે છે અને તેમના ભોજનમાં તળેલી અને પ્રોસેસ્ડ ફૂડની માત્રા વધારે હોય છે.

આ ખોરાકને પચવામાં સમય લાગે છે અને એથી કબજિયાત થાય છે. જે લોકો મોડી રાત સુધી જાગે છે તેમને આંતરડાંની સમસ્યા ઊભી થાય છે. લોકોને થાય છે કે બજારમાં મળતી કબજિયાત દૂર કરતી દવા લેવાથી રાહત થશે, પણ તે તત્પુરતા ઉપાય સમાન છે. કબજિયાતના દર્દીઓએ જીવન ચર્યામાં સુધારો કરવો જોઇએ અને સાંજ સુધીમાં હલકાં અને પચે એવો ખોરાક જમી લેવો જોઇએ.

You might also like