મોડી રાત સુધી જાગવાથી થાય છે ફાયદા,તમને ખબર છે..?

મોડી રાત જાગવું અને વહેલી સવારે ઉઠવું આ વિષય પર ફરીએકવાર ચર્ચા છેડાઈ ગઈ છે. કેટલાક નિષ્ણાતોના માનવા પ્રમાણે ઊંઘ લેવા માટે ઘડિયાળ અને રાત-દિવસ અગત્યના નથી પરંતુ આપણી લાઈફ સ્ટાઇલ જવાબદાર હોય છે, આવામાં એક રૂટીન બનાવી લેવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.

મનો ચિકિત્સકના જણાવ્યા પ્રમાણે એવા કેટલાય સંસોધન થયા છે કે તમારી બુદ્ધિમતા અને કલ્પના શક્તિ રાતે મોડે સુધી જાગીને કામ કરવાથી વધે છે, બુદ્ધિમતા અને કલ્પનાશીલ વ્યક્તિ વધારે સામાજિક નિયમો અને પ્રથાઓનો વિરોધી હોય છે, તેવી રીતે વહેલી સવારે ઉઠીને કામ કરવા વાળા વધારે આશાવાદી અને સક્રિય હોય છે.

આ માટે તમારા શરીરને સમયસર ઉઠવા બેસવાની આદત પાડો. તમારી ઊંઘ પૂરી થાય તે વધારે મહત્વપૂર્ણ વાત છે. તેમ એક નિષ્ણાતનું કહેવું હતું. અમુક કલાકો ઊંઘ લેવાથી ફ્રેશ થઇ શકાય છે પરંતુ લાંબી અને સમયસર ઊંઘ લેવી તે વધુ હિતકારક છે. સમયસર અને પુરતી ઊંઘ લેવાથી વ્યક્તિનું શરીર તાઝ્ગીનો અહેસાસ કરે છે.

 

ઉલ્લેખનીય છે કે,ડોકટરો મોટાભાગે મોડે સુધી જાગવાના ગેરફાયદા જ જણાવતા રહ્યા છે. પરંતુ આ વાત પણ જાણવી જરૂરી છે કે મોડે સુધી જાગનાર વ્યક્તિ સમયસર અને પુરતી ઊંઘ લે તે વધુ હિતકારક છે. ધ બોડી કલોક ગાઈડ ટુ બેટર હેલ્થના જણાવ્યા મુજબ આશરે ૨૦% લોકોને રાતે મોડે સુધી જાગવા વાળા લોકોના વર્ગમાં રાખવામાં આવ્યા છે.

રાતે જાગવાથી વધી શકે છે સર્જનાત્મકતા

 

એક ઇવેન્ટ મેનેજરે જણાવ્યું હતું કે મારે રોજ મોડી રાત સુધી જાગવું પડતું હોય છે,ઘણીવાર કાર્યક્રમો હોય છે તો ક્યારેક ઓફિસની મીટીંગ આ કારણોસર મોડી રાત સુધી જાગવાનો નિયમ મારે કાયમી બની ગયો છે. પરંતુ મેં સુવા-ઉઠવાના નિયમોમાં મેં ફેરફાર કરતા મારી સર્જનાત્મકતા પણ વધી છે.

You might also like