તમારી લાઈફ-સ્ટાઈલ જા‍ણવા DNA ટેસ્ટ નહીં, માત્ર તમારો સ્માર્ટફોન ચેક કરવાનું કાફી છે

સ્માર્ટફોન હવે માત્ર લાઈફ સ્ટાઈલ માટેનું ગેજેટ માત્ર નથી, એ અાપણી લાઈફ સ્ટાઈલનું પ્રતિબિંબ પણ છે. અા સાધન ગુનાખોરીનું પગેરું શોધવામાં ખૂબ મદદગાર નીવડી શકે છે. અમેરિકાના રિસર્ચરોએ ખાસ ટેક્નોલોજી વિકસાવી છે જેના થકી સ્માર્ટફોનથી ક્રિમિનલ પ્રોફાઈલિંગ અને એરપોર્ટ સ્ક્રીનિંગ પણ થઈ શકે છે. અાપણે જે કોઈ ચીજને અડીએ છીએ એ સપાટીના અણુઓ અાંગળીઓ પર લાગે છે અને અાંગળીઓ પરના સૂક્ષ્મ કણો જે-તે ચીજ પર લાગે છે. જોકે અમેરિકાની સેન ડીએગોમાં અાવેલી યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાના વૈજ્ઞાનિકોએ તમારા વિશેની માહિતી મેળવવા માટે સદા તમારા હાથમાં રહેતા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યો છે.

You might also like