જીવન રહસ્યમય છે તેને સમજવાનો પ્રયત્ન ન કરો

શ્રીમદ્ ભગવદ્ગીતાનો અગિયારમો અધ્યાય અગત્યનો છે. તેમાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને સમગ્ર અસ્તિત્વનું વિવિધ સ્વરૂપે દર્શન કરાવે છે. સત્ય સમજવા એકલું જ્ઞાન જ પર્યાપ્ત નથી. તે માટે દર્શન પણ આવશ્યક છે. જ્ઞાન એટલે કોઇએ કહેલી વાત અને દર્શન એટલે જાતે જોયેલી અને અનુભવેલી વાત. બંને વચ્ચે ખૂબ મોટો ફેર છે.શ્રીમદ્ ભગવદ્ગીતાના દશમા અધ્યાયમાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાની ભિન્ન ભિન્ન વિભૂતિઓ વિશે કહ્યા પછી અર્જુનને કહે છે કે, ‘‘હે કૌંતેય, આ બધુું જાણીને તું શું કરીશ! તેનાથી વધારે શું છે? મારી યોગમાયાના એક અંશથી હું સર્વ ભૂતોની ઉત્પત્તિ કરું છું અને હું જ તેનું વિસર્જન કરું છું.’’

ક્ષણભર આપણને એમ લાગે કે વાત અહીં પૂરી થઇ ગઇ હવે અર્જુન યુદ્ધ કરવા તૈયાર થઇ જશે. ત્યાં તો તે શ્રીકૃષ્ણને વિનંતી કરતાં કહે છે કે, હે દામોદર, હવે મારું અજ્ઞાન નષ્ટ થઇ ગયું. આપ તમને જેના કહો છો તેવા જ છો. તેમાં મને કોઇ જ શંકા નથી. પરંતુ હું આપની વિભૂતિઓનું દર્શન કરવા ઇચ્છું છું. જો આપને હું યોગ્ય અધિકારી લાગતો હોઉં તો આપ મને આપની વિભૂતિઓનાં દર્શન કરાવશો. શ્રદ્ધાને પણ સીમા હોય છે. જે આવી ગયા પછી પ્રત્યક્ષ દર્શન આવશ્યક બની જાય છે. જ્યારે સત્યની અનુભૂતિ થઇ જાયછે. ત્યારે અધ્યાત્મની યાત્રા પૂર્ણ થઇ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને લાગે છે કે હવે અર્જુનમાં પાત્રતા આવી ગઇ છે. પરંતુ માનવીય અભિગમ જોતાં તે સત્યનો સાક્ષાત્કાર નહીં કરી શકે. તેથી ભગવાન અર્જુનને દિવ્ય ચક્ષુ આપે છે.

દિવ્ય ચક્ષુ એટલે સ્વાર્થ દૃષ્ટિ. રાગ દ્વેષ વિનાની અદ્ભુત દૃષ્ટિ. આમ અર્જુન ને સત્ય સાક્ષાત્કાર માટે સજજ કરીને ભગવાન પોતાનાં સ્વરૂપનું દર્શન આપવાની શરૂઆત કરે છે.ભગવાન શ્રીકૃષ્ણ સૌ પ્રથમ પોતાનું સુચારુ ચતુર્ભુજ સ્વરૂપ બતાવે છે. તેમના ચારેય હાથમાં અનુક્રમે શંખ, ચક્ર, ગદા અને પદ્મ છે. જેમના ગળામાં વૈજયંતિમાળા શોભે છે. જેઓ દિવ્ય આભૂષણોથી સુશોભિત છે. ભગવાનના હૃદયમાંથી, શરીરમાંથી દિવ્ય સુગંધ ફેલાયા કરે છે.વાતાવરણમાં મનભાવન વૃતિ પ્રસરી રહ્યે છે. ભગવાનનું આ રૂપ જોઇ અર્જુનને પરમ આનંદની અનુભૂતિ થાય છે.

અર્જુન ભગવાનના તે સુચારુ સ્વરૂપને માણે તે પહેલાં તે વિકસતું જાય છે. હવે ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે. તેમને હજારો હાથ તથા મુખ છે. તેમનું મસ્તક આકાશને અંબે છે. તેમના પગ પાતાળમાં પહોંચી ગયા છે. તેમનામાંથી હજારો સૂર્યનું તેજ જળહળે છે ભગવાનના તે સ્વરૂપમાં અર્જુનને બાર આદિત્ય, આઠ વસ્તુ અને અગિયાર રુદ્ર જોવા મળે છે. અર્જુને ભગવાનના આ સ્વરૂપમાં અશ્વિનીકુમાર તથા પાંચ પાંડવ દેખાય છે. અર્જુનને સમગ્ર બ્રહ્માંડ આ સ્વરૂપમાં જોવા મળે છે. હવે અર્જુને એકમાં અનેકને જોયા. સમગ્ર બ્રહ્માંડ ભગવાનનાં આ સ્વરૂપમાં સમાઇ જતું દેખાય છે. તે નમી પડે છે. તેનો અહંકાર તૂટી પડે છે. તેને પોતાની તાકાત સમજાય છે. આથી અર્જુન હવે ભગવાનને ભૂલી નગ્દાક તે પ્રકારનો કોન્ટેકટ અને રાખી લીધો.

You might also like