દિલ્હીના ઉપ રાજ્યપાલ નજીબ જંગે રાજીનામું આપ્યું

નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટિનેન્ટ ગવર્નર નજીબ જંગએ ગુરુવારે ભારત સરકારને રાજીનામું આપી દીધું છે. દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સાથેના મતભેદને લઇને તેઓ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યા હતાં. તેમણે રાજીનામાં PM નરેન્દ્ર નોદી અને અરવિંદ કેજરીવાલનો આભાર વ્યક્ત કર્યો છે. રાજીનામાં બાદ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પાછા શિક્ષાના ક્ષેત્રમાં જોડાશે. તેઓ રાજ્યના 20મા ઉપ રાજ્યપાલ હતા. જુલાઇ 2013માં તેમણે ઉપ રાજ્યપાલનું સ્થાન સંભાળ્યું હતું. ઉફ રાજ્યપાલ બનતાં પહેલા તેઓ જામિયા મિલ્લિયા ઇસ્લામિયા યૂનિવર્સિટીના કુલપતિ પણ રહી ચૂક્યા છે.

નજીબ જંગે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન દરમિયાન સહયોગ માટે જનતાને વિશેષ તોર પર અભિનંદન કહ્યું છે. જંગના રાજીનામા બાદ આગળના ઉપ રાજ્યને લઇને તમામ નામોને લઇને ચર્ચા થવાની શરૂઆત થઇ ગઇ છે. આમ આદમી પાર્ટી જંગના કાર્યકાળ દરમિયાન એમની પર કેન્દ્રના ઇશારા પર સતત જનહિત વિરુદ્ધ કામ કરવાના આરોપ લગાવતી રહી. આપ સરકારનો આરોપ હતો કે જંગએ દિલ્હીના મહત્વના પ્રોજેક્ટ્સમાં જાણીજોઇને રુકાવય લાવ્યા, તેમની અને અરવિંદ કેજરીવાલની વચ્ચે એટલી હદ સુધી બબાલ હતી કે કેજરીવાલે તાજેતરમાં જ કહ્યું હતું કે પીએમ મોદી એમને ઉપ રાષ્ટ્રપતિ નહીં બનાવી શકે કારણ કે મુસ્લિમ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે નજીબ જંગ ના રાજીનામા પર આમ આદમી પાર્ટી ખૂબ જ સમજી વિચારીને જવાબ આપશે. પાર્ટી એવો સંદેશો આપવા માંગશે કે એમના અને જંગની વચ્ચે એવી ખાસ દુશ્મની નહતી.

You might also like