ભારતમાં લાઇસન્સ રાજનો અંત પણ ઇન્સપેક્ટર રાજ હી ચાલુ : રાજન

ભુવનેશ્વર : રિઝર્વ બેંકનાં ગવર્નર રધુરામ રાજે કહ્યું કે ભારતમાં ભલે લાયસન્સ રાજ ખતમ થઇ ચુક્યું છે. પણ તે હજી પણ કેટલાક મુદ્દે ઇન્સપેક્ટર રાજ ચાલી રહ્યું છે. રાજને ભારતમાં સ્ટાર્ટ અપ્સનાં બિઝનેસનાં માટે સારૂ વાતાવરણ બનાવવાની રાતે કહ્યું કે રેગ્યુલેશન ઇન્ડસ્ટ્રીને સારી બનાવવા માટે થવી જોઇએ. ન કે ઉદ્યોગપતિઓને હતોત્સાહી કરવા માટે. રાજને ઇન્ડસ્ટ્રીઝઓ માટે સેલ્ફ સર્ટિફિકેશનની પણ સલાહ આપી છે અને કહ્યું કે અધિકારીઓ તેનો દૂરૂપયોગ અટકાવવા માટે નિયંત્રણ શક્તિની જેમ કામ કરવું જોઇએ.

રાજને ભારતમાં લઘુ ઉદ્યોગ અને કુટીર ઉદ્યોગો માટે સરળ નિયમો બનાવવા માટેની પણ અપીલ કરી અને તે અંગે બ્રિટન અને ઇટાલીનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે આપણે જોયું કે બ્રિટનમાં નિયમો સરળ છે, જ્યારે ઇટાલીમાં નિયમો કડક છે. તે જોવા મળ્યું છે કે બ્રિટનમાં ઇટાલી કરતા સ્ટાર્ટ અપ્સ વધારે ઝડપી રીતે વધી રહ્યું છે. ચોથા ઓરિસ્સા નોલેજ હબમાં મંત્રીઓ, બેંકરો અને અધિકારીઓને સંબોધિત કરતા રાજને કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થા સુધારા પર છે પરંતુ હજી ઘણા સેક્ટર દબાણમાં છે અને તેનાં પર ધ્યાન આપવું જરૂરી છે.

રાજને કહ્યું કે સરકારને લધુ અને કુટીર ઉદ્યોગો પર ધ્યાન આપવુ જરૂરી છે. તેમણે કહ્યું કે આરબીઆઇનાં લધુ અને કુટીર ઉદ્યોગ સેક્ટરને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. લધુ અને કુટરીર ઉદ્યોગોનાં ક્ષેત્રને પ્રાથમિકતા આપ્યા બાદ જાહેર ક્ષેત્રની બેંકોએ તેને વધારે લોન આપી છે. રાજને કહ્યું કે આ સેક્ટરમાં વધારે યોજનાઓ બનાવનારાઓને સરળતા પુર્વક એન્ટ્રી અને એક્ઝિટનાં પ્રાવધાનો ફાઇનાન્સમાં સરળતાથી મળી શકે છે.

You might also like