14 એપ્રિલના રોજ ભારતમાં લોન્ચ થશે LG K7 અને K10

નવી દિલ્હી: સાઉથ કોરિયન સ્માર્ટફોન મેકર LG ભારતમાં 14 એપ્રિલના રોજ K સિરીઝના સ્માર્ટફોન લોન્ચ કરશે. તેના માટે કંપની મીડિયા ઇન્વાઇટ મોકલવાનું શરૂ કરી દીધું છે. કંપનીએ બે 4G LTE સપોર્ટવાળા સ્માર્ટફોન લોન્ચ કરશે, કારણ કે કંપનીએ ઇન્વાઇટમાં LG for 4G પર વધુ ભાર મુક્યો છે.

જો કે કંપનીએ એ જણાવ્યું નથી કે કયા સ્માર્ટફોન્સ હશે. આશા છે કે તે K7 અને K10 ડિવાઇસ જ હશે જેને આ વર્ષે કંઝ્યૂમર ઇલેક્ટ્રોનિક શોમાં રજૂ કરવામાં આવ્યા હતા.

ગ્લોબલ કીંમતના અનુસાર આ બંને સ્માર્ટફોનની કિંમતો 15,000 રૂપિયાની અંદર હોઇ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્માર્ટફોન્સ હાઇ એન્ડ સ્માર્ટફોન્સની માફક ફોટોગ્રાફી માટે સારા હ્શે.

લોસ વેગસના કંજ્યૂમર ઇલેક્ટ્રોનિક શો દરમિયાન તેના બે વેરિએન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જો કે હાલમાં એ સ્પષ્ટ નથી કે કંપની તેમાંથી એક વેરિએન્ટ લોન્ચ કરશે કે બંને. જે પણ હોય પરંતુ એ સ્પષ્ટ છે કે આ સ્માર્ટફોન્સ લુકના મામલે આ સેગ્મેંટના બીજા ફોનને પછાડતા જોવા મળી રહ્યાં છે.

You might also like