ભારતમાં લોન્ચ થયો LG K7 LTE અને K10 LTE, જાણો શું ખાસિયતો

દક્ષિણ કોરિયાને ઇલેકટ્રોનિક્સ કંપની એલજીએ ગુરૂવારે બે નવા સ્માર્ટફોન K7 અને K10 LTE લોન્ચ કર્યા છે. LG K7 LTEની કિંમત 9,500 રૂપિયા છે જ્યારે LG K10 LTEની કિંમત 13,500 રૂપિયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે એલજીએ જાન્યુઆરીમાં સીઇએસ ટ્રેડ શો દરમિયાન પોતાના ‘K’ સીરીજના આ બે હેન્ડસેટને રજૂ કર્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આ બંને હેન્ડસેટના 3જી વેરિએન્ટ પણ છે જેમને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા નથી. આ ઉપરાંત ભારતમાં લોન્ચ કરવામાં આવેલા મોડલના સ્પેસિફિકેશન આંતરરાષ્ટ્રીય મોડલથી થોડા અલગ છે.
LG-K7-Front-shot

LG K7 LTEમાં 5 ઇંચની એફડબ્લ્યૂવીજીએ (854×480 પિક્સલ) રિઝોલ્યુશન ડિસ્પ્લે છે. આ ઇન-સેલ ટચ ટેક્નોલોજીથી સજ્જ છે. LG K7 LTE સ્માર્ટફોન આઉટ ઓફ બોલ્સ એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે 1.1 ગીગાહર્ટઝ ક્વડ-કોર ક્વાલકોમ સ્નૈપડ્રૈગન ચિપસેટથી સજ્જ આ ફોનમાં 1.5 જીબી રેમ આપવામાં આવી છે. જ્યારે ઇનબિલ્ટ સ્ટોરેજ 8 જીબી છે જેને માઇક્રોએસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે.
LG-K7-Back-shot

LG K7 LTEનો રિયર અને ફ્રંટ કેમેરો 5 મેગાપિક્સલનો છે. જ્યારે 2,125mAhની બેટરી આપવામાં આવી છે. ડાઇમેંશન 142.7 x 72.6 x 8.6 મિલીમીટર છે. આ ટાઇટન, ગોલ્ડ અને વ્હાઇટ કલરમાં મળશે.

14 એપ્રિલના રોજ ભારતમાં લોન્ચ થશે LG K7 અને K10

હવે વાત કરીએ LG K10 LTE વિશે. તેમાં ક્વાડ-કોર ક્વાલકોમ સ્નૈપડ્રેગન 410 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મલ્ટીટાસ્કિંગ માટે તેમાં 2GB રેમ આપવામાં આવી છે. તેમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને ફ્રન્ટ કેમેરો 5 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. આ એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. તેમાં 5.3 ઇંચની એચડી (720×1280 પિક્સલ) રિઝોલ્યૂશન ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

LG-K10-Front-shot

LG K10 LTEમાં 16GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી શકાય છે. 144.7×73.6×8.7 મિલીમીટર ડાઇમેંશનવાળા આ ફોનમાં 2300 mAhની બેટરી આપવામાં આવી છે. આ વ્હાઇટ, ઇંડિગો અને ગોલ્ડ કલરના વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે.
LG-K10-Back-shot

LG K10 LTE અને LG K7 LTEમાં અન્ય ફિચર્સ તરીકે 2.5ડી આર્ક ગ્લાસ ડિઝાઇન તથા ફોટોગ્રાફી માટે ગેસ્ચર શોટ, ટેપ એન્ડ ગેસ્ચર ઇન્ટરવલ શોટનો સમાવેશ થાય છે.

You might also like