ભારતમાં મોડ્યુલર સ્માર્ટફોન LG G5નું પ્રી બુકિંગ શરૂ

નવી દિલ્હી: ભારતમાં એલજીના ફ્લેગશિપ સ્માર્ટફોન LG G5નું પ્રી બુકિંગ શરૂ થઇ ગયું છે. તેને એલજી સ્ટોર અથવા ફ્લિપકાર્ટ પરથી 52,990 રૂપિયામાં ખરીદી શકાય છે. તમને જણાવી દઇએ કે તેના માટે તમે 30 મે સુધી પ્રી બુકીંગ કરાવી શકશો.

કંપની પ્રી બુકિંગ કરનાર ગ્રાહકને એલજી કેમ પ્લસ મોડ્યુલ ફ્રી આપશે. અત્રે ઉલ્લેખનીય છે કે LG G5 મોડ્યુલર ફોન છે જેમાં અલગથી પાર્ટ્સ લગાવી શકાય છે.

આ મોડ્યુલર સ્માર્ટફોનમાં કેમેરો અને બેટરીનું પરફોમન્સ વધારવા માટે તેમાં અલગથી પાર્ટ્સ લગાવી શકાશે. જો કે આ ફોનનું વેચાણ ક્યારથી શરૂ થશે તેની કોઇ જાણકારી હાલમાં આપવામાં આવી નથી.

આ મેટલ બોડીવાળા સ્માર્ટફોનની સ્ક્રીન 5.3 ઇંચની છે અને તેમાં 4GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમરી આપવામાં આવી છે. તેમાં બે કેમેરા લગાવવામાં આવ્યા છે, જેમાંથી એકનું ડિગ્રી ફીલ્ડ ઓફ વ્યૂ 78 ડિગ્રીનું છે જ્યારે બીજાનું 135 ડિગ્રી વાઇડ વ્યૂની ઇમેજ કેપ્ચર કરી શકે છે. તેનો સ્ટાડર્ડ રિયર કેમેરો 16 મેગાપિક્સલનો છે જ્યારે વાઇડ એંગલ કેમેરો 8 મેગાપિક્સલનો છે.

મોડ્યૂલ ફોનની ખાસિયત
મોડ્યૂલર સ્માર્ટફોન અલગ-અલગ કોમ્પોનેંટ્સથી બનેલો છે જેને યૂજર્સ સરળતાથી ખોલી તેના પાર્ટ્સને રિપ્લેસ કરી શકે છે. તેને ખોલવા માટે બોટમમાં આપવામાં આવેલી પેનલનો ઉપયોગ કરવાનો રહેશે. બીજા સ્માર્ટફોન્સના સિમ ટ્રેની માફક જ આ ફોનના બધા પાર્ટ્સ નિકાળી શકાશે. ખાસ વાત એ છે કે તેના માટે મોબાઇલ એક્સપર્ટની જરૂરિયાત પણ રહેશે નહી.

You might also like