જૈશના આતંકવાદીની ધમકી 50 કરોડ આપો નહી તો હાવડા સ્ટેશન ઉડાવી દઇશું

કોલકાતા : પુર્વ રેલ્વેનાં મુખ્યમથખમાં પાકિસ્તાનનાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં નામથી ધમકી પત્ર પહોંચવાનાં કારણે હડકંપ મચી ગયો હતો. જનરલ મેનેજરને 50 કરોડની માંગ પુરી નહી થવાથી હાવડા સહિત મહત્વપુર્ણ સ્ટેશનોને ઉડાવી દેવાની ચેતવણી આપવામાં આવી હતી. રેલ્વે તંત્રના મુદ્દાને ગંભીરતાથી લેતા હાવડા, સિયાલદહ સહિત અન્ય સ્ટેશનોમાં સુરક્ષા વ્યવસ્થા વધારે મજબુત કરી દેવાઇ છે.


(રેલ્વે વિભાગને મળેલો પત્ર)

બીજી તરફ કોલકાતા પોલીસને એસટીએફ દ્વારા પત્રની તપાસ ચાલુ કરી દેવાઇ છે. સુત્રો અનુસાર શનિવારે સાંજે ફેયરપ્લેસ સહિત પૂર્વ રેલ્વેનાં મુખ્યમથકમાં સ્પીડ પોસ્ટ માધ્યમથી જીએમને સંબોધિત એક પત્ર પહોંચ્યો હતો. પત્રમાં સુભાષચંદ્ર દાસે પોતાને પાકિસ્તાની આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનો સભ્ય અને દુરદર્શનનો પુર્વ કર્મચારી ગણાવતા 50 કરોડ રૂપિયાની માંગ કરી હતી.

આરપીએફનાં મુખ્ય સુરક્ષા આયુક્તને આ મુદ્દે તપાસ કરવા માટે જણાવાયું છે. જેશના નામનો પત્ર અસલી છે કે નકલી તેની તપાસ કરાઇ રહી છે. જો કે પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધારે ચુસ્ત બનાવી દીધી છે.

You might also like