પેરિસમાં IMF ઓફીસમાં લેટર બોમ્બ : શાળામાં ફાયરિંગ

નવી દિલ્હી : ફ્રાંસની રાજધાની પેરિસ ખાતે આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ની ઓફીસમાં લેટર બોમ્બ ફાટ્યો હોવાનાં સમાચાર છે. પ્રાથમિક માહિતી અનુસાર આઇએમએફની ઓફીસમાં એક કર્મચારીએ જેવી રીતે એક કવર ખોલ્યુ તે સાથે જે જોરદાર વિસ્ફોટ થયો હતો.

આ લેટરમાં વિસ્ફોટ બાદ ઓફીસમાં અફડા તફડી મચી ગઇ હતી. વિસ્ફોટમાં એક વ્યક્તિ ઘાયલ થયો હોવાનાં સમાચાર મળી રહ્યા છે. બીજી તરફ દક્ષિણી ફ્રાંસનાં ગ્રાસેમાં એક હાઇસ્કૂલમાં ફાયરિંગની ઘટના પણ સામે આવી છે. પોલીસ દ્વારા પણ આ ફાયરિંગની પૃષ્ટી કરવામાં આવી છે.

અગાઉ નવેમ્બર 2015માં પેરિસમાં મોટો આતંકવાદી હૂમલો થયો હતો. 13 નવેમ્બરની સાંજે પેરિસ અને તેનાં ઉત્તરીય પેટાનગર વિસ્તાર સેંટ ડેનિસમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટને અંજામ આપ્યો હતો. આ આતંકવાદી હૂમલામાં 129 લોકોનાં મોત નિપજ્યા હતા.

You might also like