શ્રીનગરમાં ફરી લહેરાયો લશ્કર તોયબાનો અને પાક.નાં ઝંડા

શ્રીનગર : ગ્રીષ્મકાલીન રાજધાનીમાં શુક્રવારે ઐતિહાસિક જામિયા મસ્જિદમાં નમાજ એ જુમા અદા કર્યા બાદ ઓલ પાર્ટી હુર્રિયત કોન્ફરન્સનાં ઉદારવાદી જુથનાં ચેરમેન મીરવાઇઝ મૌલવી ઉમર ફારૂકે એક ભારતીય વિરોધી રેલીનું નેતૃત્વ કર્યું હતું. રેલી હવલ વિસ્તારમાં સંપુન્ન થઇ હતી. આ દરમિયાન કાશ્મીરની આઝાદી માટેનાં નારા લગાવ્યા જ્યારે અમુક યુવકોએ જીવે જીવે પાકિસ્તાનનાં નારાઓ પણ લગાવ્યા હતા. પાકિસ્તાની ઝંડો પણ ફરકાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર જુમ્માની નમાજ બાદ કેટલાક યુવાનોએ મસ્જિદની બહાર પાકિસ્તાન, આતંકાદી સંગઠન આઇએસ અને લશ્કર એ તોયબાનાં ઝંડાઓ પણ ફરકાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે કાશ્મીરમાં દર શુક્રવાર મોટેભાગે તોફાની જ રહે છે. મોટેભાગે જુમ્માની નમાજ બાદ યુવકો દ્વારા પાકિસ્તાનનાં ઝંડા ફરકાવવાથી માંડીને પોલીસ પર પથ્થરમારો કરવા સુધીની ઘટનાઓ બનતી રહી છે. આ ઘર્ષણ સતત અને અવિરત ચાલતું રહે છે.

અત્રે ઉલ્લેખનીય છેકે પાકિસ્તાનનાં અલગતવાદી નેતાઓ દ્વારા વારંવાર ભારત વિરોધી પ્રવૃતીઓ કરવામાં આવતી રહે છે અથવા તો યુવકોને આવું કરવા માટે તેમને ઉકસાવવામાં આવતા રહે છે. જેનાં કારણે શુક્રવારે પોલીસ અથવા તો લશ્કરી જવાનો અને અલગતાવાદીઓ વચ્ચે વારંવાર ધર્ષણ થયા કરે છે॥

You might also like