કમસે કમ મને સેકન્ડ ડિવિઝનમાં તો પાસ કરાવી દોઃ રુબી રાય

પટણા: પોલિટિકલ સાયન્સને પ્રોડિકલ સાયન્સ બતાવનાર ટોપર રુબી પોતાની ધરપકડ બાદ સીટ સમક્ષ ભાવુક થઇ ગઇ હતી. તેણે તપાસ કરી રહેલ સીટને જણાવ્યું હતું કે સર, મને ઓછામાં ઓછા સેકન્ડ ડિવિઝનમાં તો પાસ કરાવી દો. મારે ફર્સ્ટ ડિવિઝન નથી જોઇતું. મેં પરીક્ષા આપી હતી. સેન્ટર પર રોજ જતી હતી.
બિહાર ટોપર કૌભાંડમાં રુબીએ પોતાની પૂછપરછ દરમિયાન પોતાનો અને પરિવારનો બચાવ કર્યો હતો. રુબીએ જણાવ્યું હતું કે બચ્ચા રાયે મને ટોપર બનાવી હતી. પપ્પા બચ્ચા રાયને મળતા હતા, પરંતુ ટોપર બનાવવા ઇચ્છતા ન હતા. આ માટે કયારેય તેમની સાથે વાતચીત થઇ ન હતી. પરીક્ષા વખતે પપ્પાએ મારું ધ્યાન રાખવા કહ્યું તો બચ્ચા રાયે રિઝલ્ટમાં ટોપ કરાવી દીધી. તેઓ મારા કોઇ સગાં-સંબંધી નથી. સીટે રુબી રાયની મહિલા પોલીસ સ્ટેશનમાં બે કલાક પૂછપરછ કરી હતી. સીટે ઇન્ટરથી રજિસ્ટ્રેશન અને
કોપી કરવા સુધીના કેટલાય સવાલો પૂછ્યા હતા.

You might also like