આતંકવાદીઓ થયા હતાશ : લશ્કર એ તોયબાએ વીડિયો જાહેર કર્યો

શ્રીનગર : કાશ્મીર ખીણમાં બદલી રહેલી પરિસ્થિતીઓમાં આતંકવાદી સંગઠન હતાશ થયેલું જોવા મળી રહ્યું છે. તેનું સૌથી મોટુ ઉદાહરણ છે આતંકવાદી સંગઠન લશ્કર એ તૌયબાનો હાલમાં બહાર આવેલો વીડિયો છે. પોતાનાં વીડિયોમાં લશ્કર કમાન્ડર અબૂ અકાશા કાશ્મીરી નવયુવાનોને લશ્કરમાં ભાગ લેવાની અપીલ કરતો નજરે પડે છે.

તે જમ્મુ કાશ્મીરનાં પોલીસવાળા સાથે પણ આતંકવાદીઓની વિરુદ્ધ કાર્યવાહી નહી કરવાની અપીલ કરી રહ્યું છે. લશ્કરનાં આ નવા વીડિયોથી એક વખત ફરીથી આતંકવાદીઓ અને પાકિસ્તાનનાં કનેક્શનનો ખુલાસો થયો છે. હાલનાં દિવસોમાં ભારતીય સેનાની ભર્તીમાં મોટા પ્રમાણમાં કાશ્મીરી યુવાનોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત લશ્કર દ્વારા ગુડવિલ શાળાઓ, સુપર 40 જેવા કોચિંગ સેન્ટરનાં કારણે ખીણનું વાતાવર બદલાઇ રહ્યું છે.

ભારત વિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલા નેતાઓ પર સરકારનો કસાઇ રહેલો શકંજાએ પણ સ્થાનિક યુવાનોનાંવલણને બદલવાનું ચાલુ કરી દીધું છે. એવામાં આતંકવાદી સંગઠનોની હતાશા હવે સ્પષ્ટ રીતે સામે આવી છે. લશ્કર એ તોયબાનાં હાલનાં વીડિયોમાં વડાપ્રધાન મોદીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વીડિયોની શરૂઆતમાં જ કાશ્મીરી લોકોને આતંકવાદી કમાન્ડર અકશા વીડિયોમાં અપીલ કરે છે કે કાશ્મીરી લોકોને ઇમાનવાલા ગણાવીને કાફીરોને પોતાનાં મિત્રો નહી બનાવવા માટે કહે છે. અકશા કહે છે કે હે કાશ્મીરી પોલીસવાળા તમે કેમ તમારા ભાઇઓ સાથે લડીને મોદીને ખુશ કરવા માંગો છો. તમારૂ જીવન અને મરણ અમારી સાથે દુશ્મની શા માટે.
http://sambhaavnews.com/

You might also like