અમરનાથ હુમલાની જવાબદારી સ્વીકારતાં કેમ ગભરાઈ રહ્યું છે લશ્કર-એ-તોઈબા…!

નવી દિલ્હી: કેન્દ્રીય એજન્સીઓ અમરનાથા યાત્રા પર થયેલા આતંકી હુમલામાં ભલે લશ્કર-એ-તોઈબાનો હાથ હોવાનું માની રહી હોય, પરંતુ હજુ સુુધી લશ્કર-એ-તોઈબાઅે સત્તાવાર રીતે તેની જવાબદારી સ્વીકારી નથી. લશ્કર-એ-તોઈબાએ આ માટે પોતાની વિરુદ્ધ કાર્યવાહી માટે પાકિસ્તાન પર આંતરરાષ્ટ્રીય દબાણ થઇ શકે છે એવા ડરથી જવાબદારી લેવાનું ટાળ્યું છે, કારણ કે તે માટે આ આતંકી સંગઠન ગભરાઇ રહ્યું છે.

નિષ્ણાતોનું માનવું છે કે પાકિસ્તાન પર આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે થઇ રહેલા વૈશ્વિક દબાણને લઇને લશ્કર-એ-તોઇબાએ હજુ સુધી આ હુમલાની જવાબદારી સત્તાવાર રીતે સ્વીકારી નથી. એક ગુપ્તચર અધિકારીના જણાવ્યા પ્રમાણે લશ્કર-એ-તોઇબા દ્વારા આ હુમલાની જવાબદારી નહીં સ્વીકારવા પાછળનું એક મોટું કારણ એ છે કે આ હુુમલો સુરક્ષાદળોના બદલે નિઃશસ્ત્ર સામાન્ય લોકો પર થયો છે.

નિર્દોષ નાગરિકોને નિશાન બનાવવાના પગલેે આંતરરાષ્ટ્રીય સ્તરે કડક આલોચના અને દબાણ થઇ શકે છે અને તેનાથી પાકિસ્તાન પર પણ દબાણ વધી શકે છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ હુમલામાં લશ્કરનો હાથ હોવાની વાત કરી છે, પરંતુ કેન્દ્રને મોકલેલા રિપોર્ટમાં અજાણ્યા બંદૂકધારીઓનો ઉલ્લેખ કર્યો છે.
http://sambhaavnews.com/

You might also like