શેરડીના ઓછા ઉત્પાદનથી ખાંડની મીઠાશ ઘટે

મુંબઇ: આગામી વર્ષે ખાંડની કિંમતમાં વધારો થઇ શકે છે. તેની પાછળનાં મુખ્ય કારણમાં શેરડીનું ઉત્પાદન ઓછું થવાનો અંદાજ છે. એસોચેમના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોને શેરડીનાં બાકી ચુકવણાં વધી રહ્યાં છે અને તેના કારણે ખેડૂતો અન્ય પાક લેવા તરફ વળી રહ્યા છે. ઇન્ડિયન શુગર મિલ એસોસિયેશનના અનુમાન અનુસાર વર્ષ ૨૦૧૫-૧૬માં ખાંડનું ઉત્પાદન ૨.૭ કરોડ ટન રહેવાનું અનુમાન છે, જે જુલાઇના ૨.૮ કરોડ ટનના અંદાજ કરતાં ઓછો છે. વર્ષ ૨૦૧૪-૧૫માં ખાંડનું ઉત્પાદન આઠ વર્ષના ઉચ્ચ સ્તરે ૨.૮૩ કરોડ ટનની સપાટીએ જોવાયું હતું.

રિપોર્ટમાં વધુમાં જણાવ્યું છે કે દેશ પાછલી કેટલીક વરસાદની સિઝનમાં જોવા મળી રહેલ અલ નિનોની અસરને કારણે શેરડીનાં ઉત્પાદન ઉપર સીધી અસર જોવા મળી છે અને તેના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૬-૧૭માં શેરડીના ઉત્પાદનમાં ઘટાડાની ચિંતાનો મોટો વિષય બની શકે છે.

સ્થાનિક બજારમાં ભાવ મજબૂત

પાછલા ચાર મહિનામાં હોલસેલના ખાંડના ભાવમાં રૂ. ૨૦૦થી ૪૦૦નો  પ્રતિક્વિન્ટલે ભાવવધારો નોંધાઈ ચૂક્યો છે. િરટેલમાં પણ પ્રતિકિલોએ ભાવ રૂ.૨થી ૩ વધીને રૂ.૩૦થી ૩૨ની સપાટીએ થયો છે.

You might also like