ઊંચા ફુગાવાથી વ્યાજના દરમાં ઘટાડાની શક્યતા ઓછી

મુંબઇ: દેશમાં ફુગાવો ઊંચો છે તો બીજી બાજુ ટૂંકા ગાળામાં ફુગાવો ઘટે તેવી શક્યતા ઓછી છે. આરબીઆઇ આગામી દિવસોમાં નીતિગત વ્યાજના દરમાં ઘટાડો કરે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. આરબીઆઇના ગવર્નરે વ્યાજના દરમાં ઘટાડો ન કરવાના સંકેતો આપ્યા છે. રાજને જણાવ્યું છે કે રિટેલમાં મોંઘવારી જૂન મહિનામાં સળંગ ચોથા મહિને વધી છે. જૂનમાં રિટેલમાં મોંઘવારીનો આંક ૫.૭૭ ટકાની સપાટીએ પહોંચી ગયો છે.

આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું કે જે લોકો વ્યાજના દરમાં વધારો કરવાનું કે ઘટાડો કરવાની વકીલાત કરે છે તેઓની વાતનો કોઇ આર્થિક આધાર નથી. તેમણે દેશમાં ઇકોનોમિક રિકવરીને લઇને નિરાશા વ્યક્ત કરી છે, જોકે ભારતીય અર્થવ્યવસ્થાના પર્ફોર્મન્સ સંબંધે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી દેશના નબળા આર્થિક વિકાસને કારણે ઉદ્યોગજગત સહિત રાજકીય પક્ષો નીતિગત વ્યાજના દરોમાં ઘટાડો કરવાની માગ કરી રહ્યા છે તેની સામે ઊંચો ફુગાવો વ્યાજદરના ઘટાડા માટે અવરોધરૂપ સાબિત થઇ શકે છે.

You might also like