ટાઇટેનિક સ્ટાર ડિકેપ્રિયો બનશે RSSનો મહેમાન

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંધ જુલાઇ મહિનામાં બ્રિટનમાં એક કાર્યક્રમનું આયોજન કરવાના છે. જેમાં હોલીવુડ બ્લોકબસ્ટર ટાઇટેનિકના સ્ટાર લિયોનાર્ડો ડિકેપ્રિયો હાજરી આપશે. પ્રોગ્રામ લંડનથી 45 કિલોમીટર દૂર લ્યૂટનમાં થવાનો છે. આરએસએસના કાર્યક્રમ દરમ્યાન ડિકેપ્રિયો ગાયોની રક્ષા અંગે પોતાના મંતવ્યો રજૂ કરશે.

વિદેશોમાં કામ કરી રહેલાં વિંગ હિંદૂ સ્વયંસેવક સંઘ આ પ્રોગ્રામને ઓર્ગેનાઇઝ કરી રહ્યાં છે. 29થી 31 જુલાઇ સુધી ચાલનાર પ્રોગ્રામમાં ડિકેપ્રિયો સિવાય બ્રિટનના બિઝનેસ મેન અને વર્જિન ગ્રૂપના ફાઉન્ડર રિચર્ડ બ્રેનસન પણ શામેલ થઇ શકે છે. પ્રોગ્રામને સંસ્કૃતિક મહાશિબિર નામ આપવામાં આવ્યું છે. આરએસએસ ચીફ મોહનભાગવત પણ આ ઇવેન્ટમાં ભાગ લેવાના છે.

આ દરમ્યાન ભાગવત કેન્ટરબરીના આર્કબિશપ જસ્ટિટ બેલ્વેની મુલાકાત પણ લેશે. સંઘ સુપ્રિમો બન્યા પછી ભાગવતની આ બીજી બ્રિટન વિઝિટ છે. આરએસએસની ફોરેન વિંગ 30 દેશોમાં કામ કરી રહી છે. ડિકેપ્રિયો વેજિટેરિયન ફૂડ અને ગૌરક્ષા પર સ્પીચ આપશે. આ પ્રોગ્રામમાં 10 હજાર લોકો હાજર રહેશે.

 

You might also like