LENOVO Z5- 4 TB ઈનબિલ્ટ સ્ટોરેજ, 45 દિવસ ચાલશે બેટરી…

લેનોવોના અપકમિંગ ફ્લેગશિપ LENOVO Z5 ને લઈ ઘણી ચર્ચાઓ છે, LENOVO Z5 દુનિયાનો પહેલો 4TB સ્ટોરેજ વાળો સ્માર્ટફોન હશે. અત્યાર સુધી કહેવામાં આવી રહ્યુ હતુ કે LENOVO Z5 14જૂનના લોન્ચ થશે પણ હવે કંપનીએ જ કન્ફર્મ કરી દિધુ છે કે LENOVO Z5 5જૂનના લોન્ચ થશે.

4TB ઈનબિલ્ટ સ્ટોરેજ ઉપરાંત આ ફોનની એક બીજી ખાસિયત છે કે તેમાં બેઝલ વગરની ડિસ્પ્લે મળશે. ફોનના ટીઝરને જોઈને એવું લાગી રહ્યુ છે કે LENOVO Z5માં ફ્રન્ટ કેમેરા નહિ હોય, પરંતુ રિયરમાં એક ફ્લિપ કેમેરો હશે જેને ફ્લિપ કરીને સેલ્ફી લઈ શકાશે.

ઘણા રિપોર્ટમાં એ દાવો કરવામાં આવ્યો છે કે LENOVO Z5 માં એઆઈ બેસ્ડ ડ્યુઅલ કેમેરા હશે અને આ ફોનમાં 2,000 એચડી ફિલ્મ્સ સાથે 1,50,000 સોન્ગ્સ અને 1 મિલિયન ફોટોઝને સેવ કરી શકાશે. ત્યારે એવુ પણ કહેવામાં આવી રહ્યુ છે કે ફોનની બેટરી 45 દિવસ સુધી ચાલશે.

You might also like