LENOVO Z5 થયો લોન્ચ, ન મળી 4TB સ્ટોરેજ કે 45 દિવસ ચાલનારી બેટરી

લેનોવોએ પોતાનો નવો સ્માર્ટફોન LENOVO Z5ને ચીનમાં લોન્ચ કર્યો છે. ફોનની લોન્ચિંગ બેઈજિંગમાં આયોજિત એક ઈવેન્ટમાં થઈ હતી. લોન્ચિંગ પહેલા LENOVO Z5ને લઈ તમામ પ્રકારની ખબરો આવી રહી હતી જેમાં દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ ફોનમાં બેઝલ વગરની ડિસ્પ્લે મળશે, 4TB સુધીની સ્ટોરેજ અને 45 દિવસ ચાલનારી બેટરી હશે પણ પણ એવુ કાંઈ નથી. આ ફોનમાં પણ IPHONE X જેવી ડિસ્પ્લે આપવામાં આવી છે.

LENOVO Z5 કિંમત અને ફીચર

ફોનના ફીચરની વાત કરીએ તો LENOVO Z5 માં ડ્યુઅલ સીમ સપોર્ટ, એન્ડ્રોઈડ ઓરિયો 8.1, 6.2 ઈંચની ફુલ એચડી ડિસ્પ્લે છે જેનો એસ્પેક્ટ રેશિયો 18.7:9 છે. ડિસ્પ્લે પર 2.5D કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્શન છે. ફોનમાં ઓક્ટાકોર ક્વોલકોમ સ્નેપડ્રગન 636 પ્રોસેસર, 6GB રેમ અને 64/128GBની સ્ટોરેજ મળશે. ફોનમાં 3300mAhની બેટરી છે જે 15 વોટની પાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કેમેરાની વાત કરીએ તો તેમાં ડ્યુઅલ કેમેરા છે જેમાં એક 16mp અને બીજો 8mp નો છે, કેમેરા સાથે 4k નો સપોર્ટ મળશે. ફ્રન્ટ કેમેરા 8 મેગાપિક્સલનો છે. કનેક્ટીવિટી માટે 4g lte, ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈ, બ્લુટુથ v5.0, gps Dvs 3.5mmનો હેડફોન જેક મળશે. ફોનમાં ટાઈપ સી ચાર્જિંગ અને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળશે.

કિંમતની વાત કરીએ તો LENOVO Z5 ના 6gb રેમ, 64gb સ્ટોરેજ વેરિયંટની કિંમત 1,399 ચીની યૂઆન એટલેકે લગભગ 14,700 રૂપિયા, 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિયન્ટની કિંમત 1,799 ચીની યૂઆન એટલે કે લગભગ 18,900 રૂપિયા છે. ચીનમાં તેની પ્રી-બુકિંગ શરૂ થઈ ગઈ છે.

You might also like