MWC16: લિનોવોએ લોન્ચ કર્યા બજેટ સ્માર્ટફોન Vibe K5 અને K5 Plus

નવી દિલ્હી: ચીની કંપની લિનોવોએ મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસ દરમિયાન Vibe સીરીઝના બે બજેટ સ્માર્ટફોન- K5 અને K5 Plus લોન્ચ કર્યા છે. Vibe K5 અને K5 Plusની કીંમત ક્રમશ: $129 (લગભગ 8,845 રૂપિયા) અને $149( લગભગ 10,216 રૂપિયા) છે. તેનું વેચાણ માર્ચથી શરૂ થશે.

Lenovo Vibe K5માં 5 ઇંચની એચડી ડિસ્પ્લેની સાથે 1.4GHz ક્વાલકોમ સ્નૈપડ્રૈગન 415 પ્રોસેસર અને 2GB રેમ આપવામાં આવી છે. એન્ડ્રોઇડ લોલીપોપ પર કામ કરનાર આ ડ્યૂલ સિમ સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરી 16GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકાય છે. તેમાં એલઇડી ફ્લેશની સાથે 13 મેગાપિક્સલ રિયર અને 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે અને તેની બેટરી 2,750mAh ની છે.

Vibe K5 Plusમાં 5 ઇંચની એચડી સ્ક્રીનની સાથે સ્નૈપડ્રૈગન 616 ઓક્ટાકોર પ્રોસેસર અને 2GB રેમ આપવામાં આવી છે. તેની ઇન્ટરનલ મેમરી 16GB છે. જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 32GB સુધી કરી શકાય છે. આ ડ્યૂલ સિમ સ્માર્ટફોન એન્ડ્રોઇડ લોલીપોપ ઓએસ છે. ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર ને 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે અને તેની પણ બેટરી 2,750mAhની છે.

You might also like