Categories: Tech

4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમરી સાથે લોન્ચ થયો Zuk Z2

નવી દિલ્હી: લિનોવાએ Zuk સીરીઝનો બીજો સ્માર્ટફોન Zuk Z2 લોન્ચ કર્યો છે. તેમાં હાઇ એન્ડ સ્પેસિફિકેશન્સ આપવામાં આવ્યા છે અને તેની કિંમત 1,799 યુઆન (લગભગ 18,400 રૂપિયા) છે. હાલ તેનું વેચાણ ચીનમાં થશે.

5 ઇંચ ફૂલ એચડી ડિસ્પ્લેવાળા આ સ્માર્ટફોનની સ્ક્રીન 2.5D કર્વ્ડ છે. સારા પરફોર્મન્સ માટે તેમાં ક્વોલકોમ સ્નૈપડ્રૈગન 820 પ્રોસેસરની સાથે 4GB રેમ આપવામાં આવ્યું છે. તેની ઇન્ટરનલ મેમરી 64GB છે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારી શકાય છે.

ફોટોગ્રાફી માટે તેમાં 13 મેગાપિક્સલ રિયર અને 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. સારા ફોટોશૂટ માટે તેમાં ફેસ ડિટેક્શન ઓટોફોક્સ અને સ્લો મોશન ફિચર પણ આપવામાં આવ્યો છે. તેની બેટરી 3,500mAhની છે જે ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે આ એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ થઇ જશે.

આ ફોનના હોમ બટનમાં ફિંગરપ્રિંટ સ્કેનર આપવામાં આવ્યું છે જેથી ફોનને લોક કરવા અને સિક્યોર પેમેન્ટમાં સરળતા રહે. આજકાલ સ્માર્ટફોન ગરમ થઇ જાય છે, તેનાથી બચવા માટે કંપની તેમાં ઇન્ટરનલ હીટ કંડક્શન ટેક્નોલોજી યૂઝ કરે છે. આ ફોનનું વેચાણ ભારતમાં ક્યારે થશે તેની જાણકારી આપવામાં આવી નથી.

admin

Recent Posts

ક્રિકેટ વર્લ્ડકપ ટીમના પાંચ સિલેક્ટર્સ 31વન-ડે રમ્યા છે

ભારતમાં ક્રિકેટનો ક્રેઝ એટલો છે કે સ્ટેડિયમ હોય કે ટીવી... મેચ જોનાર દરેક વ્યક્તિ પોતાની એક્સ્પર્ટ કોમેન્ટ આપતા રહે છે.…

2 hours ago

ચૂંટણી બાદ મિડકેપ શેરમાં તેજી આવશેઃ ઈક્વિટી કેપિટલ માર્કેટ એક્ટિવ બનશે

લોકસભા ચૂંટણી બાદ સ્થિર સરકાર મળવાની આશા છે અને જો આમ થશે તો નવા બુલ રનની શરૂઆત થશે. મને ખાસ…

2 hours ago

વધુ એક હત્યાઃ વટવાના યુવકને મોતને ઘાટ ઉતારી લાશ ફાટક પાસે ફેંકી દીધી

દર એકાદ-બે દિવસે હત્યાની ઘટના શહેરના અલગ અલગ વિસ્તારમાં બનતાં પોલીસ માટે ચિંતાનો વિષય બની છે. વાસણા તેમજ ઘાટલો‌િડયામાં થયેલી…

3 hours ago

ચૂંટણી સભા સંબોધતા હાર્દિક પટેલને યુવકે લાફો માર્યો

સુરેન્દ્રનગરના બલદાણામાં જન આક્રોશ સભામાં ભાષણ કરી રહેલા કોંગેસના સ્ટાર પ્રચારક હાર્દિક પટેલને એક યુવકે સ્ટેજ પર ચઢીને તું ૧૪…

4 hours ago

મોદી આચારસંહિતાનો ભંગ કરી રહ્યા છે, કાફલાની તપાસ કરવાની જરૂર હતી: કુરેશી

ઓડિશામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરની તલાશી લેનારા આઈએએસ અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. આ મુદ્દે પૂર્વ ચૂંટણી કમિશનર…

4 hours ago

સાઉદીમાં ફસાયેલા ભારતીયની આપઘાતની ધમકીઃ સુષમાએ કહ્યું, ‘હમ હૈ ના’

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ દુનિયાભરમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે જાણીતાં છે. ગઇ કાલે વિદેશ પ્રધાને સાઉદીમાં ફસાયેલા એક ભારતીયને મદદનો…

4 hours ago