અતિ દુર્લભ ગણાતો સ્લેન્ડર રેસર નામનો સાપ દેખાયો

રાજપીપલા : નર્મદા જિલ્લામાં ૪ વર્ષ બાદ ભાગ્યે જ જોવા મળતો અતિ દુર્લભ જાતિનો સાપ સ્લેન્ડર રેસર સાપ પહેલી વાર જોવા મળ્યો હતો. કેવડિયા કોલોની ખાતે નર્મદા ડેમના પાસ મેળવવા માટેની પી.આર.ઓ. કચેરીમાં આ સાપ ઘુસી ગયો હતો. કચેરીમાં નવીન પ્રકારનો અલગ પ્રજાપતિનો સાપ જોઇને કર્મચારીઓ તેમજ પ્રવાસીઓ ગભરાઇ ગયા હતાં અને દોડધામ મચી જવા પામી હતી.કચેરીના સ્ટાફે તાત્કાલિક જીવ દયા પ્રેમી સંસ્થા ફ્રેન્ડઝ એનિમલ ગ્રુપના સદસ્યોને જાણ કરતાં સદસ્યો અજય તડવી, મુન્નાભાઇ તડવી, કમલેશ તડવી, બારિયા રાઇટર, દિલીપ તડવી ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.

અલગ પ્રજાતિનો ભાગ્યે જ જોવા મળતો સાપ જોઇને ટીમના સદસ્યો ચોંકી ઉઠયા હતાં. કારણ કે, આ સાપ અતિ દુર્લભ પ્રજાતિમાંનો એક છે, જે ભાગ્યે જ જોવા મળે છે, ચાર વર્ષ પહેલા આવો સાપ જોવા મળ્યો હતો ત્યારે પછી આવો સાપ ફરી દેખાયો નથી. આ સાપને સિફતથી પકડીને ડબ્બામાં પુરી દેવામાં આવતા પ્રવાસીઓ, કર્મચારીઓએ રાહતનો દમ લીધો હતો.વન વિભાગની સુચનાથી તેને સુરક્ષિત રીતે શૂલપાણેશ્વર જંગલમાં છોડી મુકવામાં આવ્યો હતો.

અજય તડવી તથા મુન્નાભાઇ તડવીના જણાવ્યાનુસાર સ્લેન્ડર રેસ્ટ નામનો સાપો ભાગ્યેજ જોવા મળે છે.આ સાપની પૂંછડી પાતળી અને લાંબી હોય છે, વળી આ સાપનું મોઢું તેના ગળા કરતાં ખાસ્સુ પહોળું તથા મોટુ હોય છે તેની આંખો પણ મોટી હોય છે મોં આગળથી અણીવાળો સફેદ ભાગ હોય છે. તેની લંબાઇ ૩૭ ઇંચ જેટલી હોય છે.

You might also like