ફટાફટ બનાવો લેમન સેવૈયા

સામગ્રી

2 નાની વાટકી સેવૈયા

1 નાની ચમચી લીંબુનો રસ

1 ચમચી રાઇના દાણા

2 ચમચી કાજુ અને મગફળી

ચપટી હીંગ

1 ચમચી લાલ મરચુ

1 ચમચી દાળ

1 લીલુ મરચું (બારીક કટ કરેલું)

6-7 મીઠા લીમડાના પાન

મીંઠુ સ્વાદ અનુસાર

તેલ જરૂરીયાત મુજબ

પાણી જરૂરિયાત મુજબ

બનાવવાની રીતઃ સૌથી પહેલાં એક મોટા વાસણમાં લીંબુનો રસ, મીંઠુ મિક્સ કરો અને તેને અલગ રાખો. હવે મધ્યમ આંચ પર એક પેનમાં તેલ ગરમ કરી કાજૂ અને મગફળીને બ્રાઉન કલરની તળી લો. તેને અલગ પ્લેટમાં નિકાળી લો. હવે ફરી તે જ પેનમાં તેલ એડ કરીને તેમાં રાઇના દાણા એડ કરો. રાઇના દાણા તતડવા લાગે ત્યારે તેમાં હીંગ, મરચું, ચણાની દાળ, હળદર, કઢી પત્તા અને લીલું મરચું એડ કરો. આંચ ઓછી કરી દો અને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી રાહ જોવો. હવે તેમાં કાજુ, મગફળી અને સેવૈયા એડ કરો અને બરોબર મિક્સ કરો. પાણી અને લીંબુનો રસ એડ કરીને 5 મીનિટ સુધી ચઢવા દો. તૈયાર છે લેમન સેવૈયા.

http://sambhaavnews.com/

You might also like